Not Set/ સુશાંતસિંહ આત્મહત્યા/ ટ્રોલિંગથી હેરાન થયેલા કરણ જોહરે મામલો ગંભીર દેખતા લીધો આ મોટો નિર્ણય

બોલિવૂડમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં વિવાદ શરૂ થયો છે. સુશાંતનાં ચાહકોનાં ગુસ્સોની આગ સતત ભડકી રહી છે અને હવે આ આગે ઘણા મોટા નામ પકડવાનું શરૂ કરી દીધું છે. વળી અભિનેતાની આત્મહત્યા પછી, લોકોએ નેપોટિઝમને લઇને સોશિયલ મીડિયા દ્વારા ફરી એકવાર પોતાનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. આ અભિયાનમાં બોલિવૂડનાં દિગ્ગજ સ્ટાર્સને […]

Uncategorized
7d83964c854da0639e85c8dcdce3f933 સુશાંતસિંહ આત્મહત્યા/ ટ્રોલિંગથી હેરાન થયેલા કરણ જોહરે મામલો ગંભીર દેખતા લીધો આ મોટો નિર્ણય

બોલિવૂડમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં વિવાદ શરૂ થયો છે. સુશાંતનાં ચાહકોનાં ગુસ્સોની આગ સતત ભડકી રહી છે અને હવે આ આગે ઘણા મોટા નામ પકડવાનું શરૂ કરી દીધું છે. વળી અભિનેતાની આત્મહત્યા પછી, લોકોએ નેપોટિઝમને લઇને સોશિયલ મીડિયા દ્વારા ફરી એકવાર પોતાનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે.

e82d6d1dc40cfce2209f86c644f1acd5 સુશાંતસિંહ આત્મહત્યા/ ટ્રોલિંગથી હેરાન થયેલા કરણ જોહરે મામલો ગંભીર દેખતા લીધો આ મોટો નિર્ણય

આ અભિયાનમાં બોલિવૂડનાં દિગ્ગજ સ્ટાર્સને બાયકોટ કરવાની શરૂઆત કરી દીધી છે. આ કેસમાં કરણ જોહર સોશિયલ મીડિયા પર લોકોને નિશાન બનાવી રહ્યા છે. મોટાભાગનાં યૂઝર્સ કરણ જોહરને બોલિવૂડમાં હાજર નેપોટિઝમ માટે કરણ જોહરને દોષી ઠેરવી રહ્યા છે. કરણે અત્યારે આ મામલા પર હાલમાં ચુપ્પી રાખી હતી, જોકે તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સ્ટાર કિડ્સ અને બાકીનાં સ્ટારને અનફોલો કરી દીધા છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર હજારો લોકોને અનફોલો કરી દીધા છે.

e18a38b7e7ece72f82f61aeb36361283 સુશાંતસિંહ આત્મહત્યા/ ટ્રોલિંગથી હેરાન થયેલા કરણ જોહરે મામલો ગંભીર દેખતા લીધો આ મોટો નિર્ણય

કરણનાં ટ્વિટર એકાઉન્ટને જોતા લાગે છે કે તે સોશિયલ મીડિયા પર માત્ર 8 લોકોને ફોલો કરી રહ્યા છે. આમાંથી ચાર એકાઉન્ટ્સ તેની ધર્મા પ્રોડક્શન્સ અને તેના સીઈઓ અપૂર્વ મહેતા સાથે સંબંધિત છે, જ્યારે બાકીનાં ચારમાં તે ફક્ત 4 સેલિબ્રિટીને જ ફોલો કરે છે. જેમા અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એકાઉન્ટ શામેલ છે. કરણની અનફોલો લિસ્ટમાં બોલિવૂડની અનેક હસ્તીઓ છે. જોકે, કરણનો નિર્ણય ફક્ત ટ્વિટર પર જ દેખાય છે. તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર હજી સુધી આવો કોઈ પ્રતિસાદ જોવા મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.