Not Set/ સુશાંત – દિશા સાલિયાન કેસમાં નામ જોડાવાથી ગુસ્સામાં સુરજ પંચોલી, દાખલ કરી ફરિયાદ

સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના મોત મામલે અનેક લોકોના નામ બહાર આવ્યા હતા. આમાં અભિનેતા સૂરજ પંચોલીનું નામ પણ લેવામાં આવ્યું હતું. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવતું હતું કે દિશાના મૃત્યુમાં સૂરજ પંચોલી પણ શામેલ હતો. આ આરોપો સામે સૂરજે વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સૂરજ પંચોલીએ દિશા સાલિયાન અને […]

Uncategorized Entertainment
df34555e773c87b6f25d08b9c77c9260 સુશાંત - દિશા સાલિયાન કેસમાં નામ જોડાવાથી ગુસ્સામાં સુરજ પંચોલી, દાખલ કરી ફરિયાદ

સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના મોત મામલે અનેક લોકોના નામ બહાર આવ્યા હતા. આમાં અભિનેતા સૂરજ પંચોલીનું નામ પણ લેવામાં આવ્યું હતું. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવતું હતું કે દિશાના મૃત્યુમાં સૂરજ પંચોલી પણ શામેલ હતો. આ આરોપો સામે સૂરજે વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સૂરજ પંચોલીએ દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે તેમનું નામ લેતા લોકો સામે કેસ દાખલ કર્યો છે. તેમણે આવા સમાચાર ફેલાવનારાઓથી પરેશાન થઇને ફરિયાદ નોંધાવી છે. જો સૂત્રોની વાત માનીએ તો સૂરજે મીડિયાના કેટલાક વિભાગો સામે સોશિયલ મીડિયા, યુ ટ્યુબર્સ અને કેટલાક અન્ય લોકો સામે આવા ફેક સમાચાર ફેલાવવાની ફરિયાદ નોંધાવી છે.

સૂરજે આક્ષેપ કર્યો છે કે મેન્ટલ હેરેસમેન્ટ અંગે એવી અફવા ફેલાવનારાઓ સામે પગલાં લેવા જોઈએ અને તેમની સામે જે આરોપો લગાવવામાં આવ્યા છે તે બતાવો. તેમણે આ ફરિયાદ સોમવારે 10 ઓગસ્ટે નોંધાવી છે. જો કે, જ્યારે તેમને આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કંઈપણ કહેવાની ના પાડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.