Not Set/ સુશાંત સિંહ ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી સામે, આ હતું મોતનું સાચું કારણ….

હવે પોલીસને સુશાંત કેસમાં ફાઈનલ પોસ્ટમોર્ટમ રીપોર્ટ સોંપી દેવાયો છે. જેમાં સુશાંતસિંહ રાજપુતના મોત સાથે જોડાયેલી તમામ વાતોને જણાવવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં હવે પોસ્ટમોર્ટમ અંતિમ રિપોર્ટ પોલીસને સુપરત કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સુશાંત સિંહનું મોત ગૂંગળામણના કારણે થયું હતું. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પોલીસે શરૂઆતી કાર્યવાહી કરી તેને આપઘાતનો […]

Uncategorized
83203bd67328f9ed4d7817a8f3e33a09 સુશાંત સિંહ ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી સામે, આ હતું મોતનું સાચું કારણ....

હવે પોલીસને સુશાંત કેસમાં ફાઈનલ પોસ્ટમોર્ટમ રીપોર્ટ સોંપી દેવાયો છે. જેમાં સુશાંતસિંહ રાજપુતના મોત સાથે જોડાયેલી તમામ વાતોને જણાવવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં હવે પોસ્ટમોર્ટમ અંતિમ રિપોર્ટ પોલીસને સુપરત કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સુશાંત સિંહનું મોત ગૂંગળામણના કારણે થયું હતું.

Film on novel pandemic: Anand Gandhi approaches Sushant Singh ...

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પોલીસે શરૂઆતી કાર્યવાહી કરી તેને આપઘાતનો કેસ જણાવ્યો હતો. ત્યારબાદ શરૂઆતી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ સુશાંતના મોતનું કારણ આત્મહત્યા જણાવવામાં આવ્યું હતું. હવે પોલીસને સુશાંત કેસમાં ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સોંપી દેવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે કારણ કે સુશાંત સિંહ રાજપૂતે ગળે ફાંસો લગાવ્યો હતો, તેથી શ્વાસ રોકાવાને કારણે તેનું મોત થયું હતું. રિપોર્ટ મુજબ સુશાંતના શરીર ઉપર કોઈ પણ પ્રકારની બહારી ચોટ ન હતી. તેના નખ પણ સાફ હતા.

Mumbai Police writes to Yash Raj Films for copy of Sushant Singh ...

પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સુશાંતની મોતને આત્મહત્યા જ ગણાવી છે. આ ફાઈનલ રીપોર્ટ  અનુસાર એક્ટરના મોત ઉપર કોઈપણ પ્રકારના સવાલો ઉભા કરતા નથી. મુંબઈ પોલીસે પણ તેમની કામગીરીમાં કેટલાક ખુલાસા કર્યાં છે.

પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો અત્યાર સુધી 23 લોકોની પૂછપરછ કરવામાં આવી ચુકી છે. અભિનેતાના ચાર્ટર્ડ એકાઉન્ટનું પણ નિવેદન નોંધવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.