Not Set/ સુષમા સ્વરાજ આજે સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરશે

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આજે સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરશે..આ દરમિયાન તેઓ પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવાની માગણી કરી શકે છે..ઉરીમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો જ હાથ હોવાના પુરાવા ભારત પાસે છે.. આ પુરાવા તે સંયુક્ત રાષ્ટ્રને આપી શકે છે ,અને પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટે અન્ય દેશો પણ ભારતને સાથ આપે તેવો અનુરોધ કરી […]

India

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આજે સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરશે..આ દરમિયાન તેઓ પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવાની માગણી કરી શકે છે..ઉરીમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો જ હાથ હોવાના પુરાવા ભારત પાસે છે.. આ પુરાવા તે સંયુક્ત રાષ્ટ્રને આપી શકે છે ,અને પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટે અન્ય દેશો પણ ભારતને સાથ આપે તેવો અનુરોધ કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદુત સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે, ભારતનો મુખ્ય મુદ્દો આતંકવાદ રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં હાલ ૭૧મુ સેશન ચાલી રહ્યું છે. આમા નવાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો હતો અને આતંકી બુરહાનને શહીદ ગણાવ્યો હતો. તેથી ભારત વળતો જવાબ આપવા માટે ભારત બુરહાન વાની આતંકી હોવાના પુરાવા રજુ કરશે …..આ અગાઉ પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવાની માગણી અમેરિકાની સંસદમાં થઇ હતી. તેથી પુરી શક્યતાઓ છે કે આ મામલે ભારતને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળી સકે છે .