Not Set/ સેલિબ્રિટી નથી તેમ છતા સમગ્ર વાપીમાં છે જાણીતા બચ્ચન કાકા, જાણો કેમ છે જાણીતા

વલસાડઃ વાપી જેવી એક મોટી ઓદ્યોગિક નગરીમાં કામ કરવા માટે ભારતના અનેક રાજ્યોમાંથી લોકોએ અહીં આવીને વસવાટ કરેલો છે. અહીં આવતા કામદારોની નાણાંકીય પરિસ્થિતિ ખૂબ નબળી છે. નાણાંકીય પરિસ્થિતિ નબળી હોવાને કારણે કેટલીક વખત આવા લોકોને મેડિકલ સેવા લેવામાં તકલીફ પડતી હોય છે. પરંતુ જ્યારે વાપી હૉસ્પિટલ પર શિવબચ્ચન કાકા ઉપસ્થિત હોય ત્યારે તેમની મુશ્કેલી […]

Uncategorized
Untitled 1 સેલિબ્રિટી નથી તેમ છતા સમગ્ર વાપીમાં છે જાણીતા બચ્ચન કાકા, જાણો કેમ છે જાણીતા

વલસાડઃ વાપી જેવી એક મોટી ઓદ્યોગિક નગરીમાં કામ કરવા માટે ભારતના અનેક રાજ્યોમાંથી લોકોએ અહીં આવીને વસવાટ કરેલો છે. અહીં આવતા કામદારોની નાણાંકીય પરિસ્થિતિ ખૂબ નબળી છે. નાણાંકીય પરિસ્થિતિ નબળી હોવાને કારણે કેટલીક વખત આવા લોકોને મેડિકલ સેવા લેવામાં તકલીફ પડતી હોય છે. પરંતુ જ્યારે વાપી હૉસ્પિટલ પર શિવબચ્ચન કાકા ઉપસ્થિત હોય ત્યારે તેમની મુશ્કેલી અવશ્યપણે દૂર થાય છે.

શિવબચ્ચની રાય સમગ્ર વાપીમાં બચ્ચની કાકા તરીકે જાણીતતા છે. તે કોઇ સેલિબ્રિટી નથી તેમ છતા લોકો તેમને સારી રીતે ઓળખે છે. તેમની ખ્યાતિનું કારણ બચ્ચન કાકાની સેવાભાવના છે.

બચ્ચન કાકા પોતાનો સૌથી વધુ સમય લોકોની સેવામાં વ્યસ્ત રહે છે. આજે 72 વર્ષની ઉંમરે પણ બચ્ચન કાકા પોતાના સેવાયજ્ઞની સુવાસ સમગ્ર વાપીમાં પ્રસરાવી રહ્યા છે. વાપીના કોઇપણ હૉસ્પિટલમાં કોઇપણ ગરીબ દર્દીને મૅડિકલ સહાયની જરૂર પડે તો બચ્ચન કાકા અડધી રાત્રે પણ તેમની સેવામાં હાજર થઇ જાય છે. હૉસ્પિટલમાં દર્દીઓને લોહી, દવા કે પછી મૅડિકલ બિલ ભરવામાં પડતી તકલીફોનું નિવારણ બચ્ચન કાકા કરે છે. આટલું જ નહીં પણ બચ્ચન કાકા આ ઉપરાંત લગ્ન માટે પણ સહાય, વિદ્યાસહાય, મૃતકની અંતિમક્રિયામાં સહાય વગેરે કાર્ય પણ કરે છે. બચ્ચન કાકા હૉસ્પિટલ પહોંચે એટલે ગરીબોના પરીજનો બચ્ચન કાકાની મુલાકાત લઇ પોતાની રજૂઆતો કરી મદદ મેળવે છે.

વાપીની એક જ નહીં પરંતુ તમામ હૉસ્પિટલોમાં બચ્ચન કાકા પોતાના કામની સુવાસ પ્રસરાવે છે. બચ્ચન કાકા પોતે પણ તમામ વોર્ડમાં જઇને દર્દીઓના હાલચાલ પણ પૂછે છે. જે વ્યક્તિને હૉસ્પિટલને લગતી કોઇપણ તકલીફ હોય તો તે તકલીફ બચ્ચન કાકા સંપૂર્ણપણે પૂરી કરે છે. બચ્ચન કાકા તરફથી કોઇપણ પ્રકારના જાતપાતના ભેદભાવ વગર સેવા કરવામાં આવે છે. બચ્ચન કાકા તરફથી હાલ સુધીમાં 10 જેટલા લોકોને સહાય અપાવેલા વ્યક્તિએ પણ બચ્ચનકાકાના આ કાર્યના વખાણ કર્યા હતાં. બચ્ચન કાક પોતે પણ લોકો પાસેથી નાણાંકીય સહાય લે છે અને સાથે જ તેઓએ જેમની પાસેથી સહાય લીધી હોય તેમને હૉસ્પિટલમાં ભરાયેલા બીલની કોપી પણ પહોંચાડી દે છે તેથી લોકોને તેમના પર વિશ્વાસ પણ છે.

બચ્ચન કાકાના જણાવ્યા પ્રમાણે વાપી વિસ્તારમાં સેવાકીય કાર્ય કરનારા ઘણાં છે પરંતુ સેવાકીય કાર્ય કરવા માટેની નિષ્ઠા બહુ જ મહત્વની છે.