Not Set/ સેલ્ફીના ચક્કરમાં યુવાનો પોતાનો જીવ ગુમાવે છે

યુવાનોમાં આજકાલ સેલ્ફીનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે ક્યારેક સેલ્ફીના ચક્કરમાં યુવાનો પોતાનો જીવ ગુમાવે છે….સેલ્ફી લેવામાં અનેક યુવક-યુવતીઓ મોતને ભેટી પડ્યાં હોવાના બનાવો અનેક વખત પ્રકાશમાં આવ્યા છે…. તેમ છતાં યુવક યુવતિઓ પોતાની જાનના જોખમે સેલ્ફી તસ્વીરો ખેંચી રહ્યાં છે….ધોરાજી પાટણવાવ ઓસમ ડુંગરની ગોદમાં ભાદરવી અમાસના મેળાનું આયોજન કરવામાં આવે છે.ડુંગર ઉપર […]

Gujarat
vlcsnap error918 2 સેલ્ફીના ચક્કરમાં યુવાનો પોતાનો જીવ ગુમાવે છે

યુવાનોમાં આજકાલ સેલ્ફીનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે ક્યારેક સેલ્ફીના ચક્કરમાં યુવાનો પોતાનો જીવ ગુમાવે છે….સેલ્ફી લેવામાં અનેક યુવક-યુવતીઓ મોતને ભેટી પડ્યાં હોવાના બનાવો અનેક વખત પ્રકાશમાં આવ્યા છે…. તેમ છતાં યુવક યુવતિઓ પોતાની જાનના જોખમે સેલ્ફી તસ્વીરો ખેંચી રહ્યાં છે….ધોરાજી પાટણવાવ ઓસમ ડુંગરની ગોદમાં ભાદરવી અમાસના મેળાનું આયોજન કરવામાં આવે છે.ડુંગર ઉપર બિરાજતા પ્રાચીન માત્રી માતાજીના સાનિધ્યમાં ભરાતા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે….જો કે પ્રાચીન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં ઘણાં યુવકો ગંભીર રીતે સેલ્ફી ખેંચે છે …..ડુંગરની ટોંચ ઉપર પહોંચેલ યુવકો જાનના જોખમે હજારો ફૂંટ ઉંચાઇએથી સેલ્ફી તસ્વીરો ખેંચી રહ્યાં છે.