Not Set/ સોનું નવાં શિખરે, ચાંદી 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તૈયારીમાં

સોનાનાં ભાવે ગઇ કાલે 7 મી ઓગસ્ટ 2020નાં રોજ તેના અગાઉના રેકોર્ડને તોડી 56000 ની સપાટીને પાર કરી ગયો છે. બજારમાં સોનું 10 ગ્રામ દીઠ રૂ. 57,008 ની સર્વાંગી ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું છે. તે જ સમયે, ચાંદી 76000 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે.  શુક્રવારે દેશભરના બુલિયન બજારોમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ 340 વધી રૂ […]

Uncategorized
4c57c52aad48c4d805ac84e6cb15bfd3 1 સોનું નવાં શિખરે, ચાંદી 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તૈયારીમાં

સોનાનાં ભાવે ગઇ કાલે 7 મી ઓગસ્ટ 2020નાં રોજ તેના અગાઉના રેકોર્ડને તોડી 56000 ની સપાટીને પાર કરી ગયો છે. બજારમાં સોનું 10 ગ્રામ દીઠ રૂ. 57,008 ની સર્વાંગી ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું છે. તે જ સમયે, ચાંદી 76000 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે. 

શુક્રવારે દેશભરના બુલિયન બજારોમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ 340 વધી રૂ 56254 અને બાદમાં રૂ 56126 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, ચાંદી, જે સવારે પ્રતિ કિલો રૂ 2391 ના ઉછાળા સાથે બંધ થયા સમયે રૂ 1396 ના વધારા બાદ રૂ 75013 હતી. એટલે કે, ચાંદી હવે તેના 19 વર્ષ જુના રેકોર્ડને તોડવાથી થોડાક પગથિયા દૂર છે. સ્પોટ માર્કેટમાં, ચાંદીનો ભાવ 2011 માં કિલો દીઠ 77,000 રૂપિયા પર પહોંચ્યો હતો.  

ચાંદીના

એચડીએફસી સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે બંને કિંમતી ધાતુઓની કિંમતો સાર્વિક ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટે (કોમોડિટીઝ) જણાવ્યું હતું કે, “દિલ્હીમાં 24 કેરેટ સોનાનો હાજર ભાવ છ રૂપિયાના વધારા સાથે નવી ઉંચાઈને સ્પર્શતો રહ્યો છે.” સોનાના ભાવ ભારતમાં સતત 16 મી ટ્રેડિંગ સેશનમાં વધ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમતી ધાતુઓ નજીવી ઘટીને 2,061 પ્રતિ ડોલર પર પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews