Not Set/ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં પ્રોફેસર પર PHD વિદ્યાર્થીનીની સતામણીની ફરિયાદ

ગુરુને આપણા દેશમાં સૌથી ઉચુ સ્થાન આપવામાં આવે છે. પરંતુ આજે સમયાંતરે જે સમાચારો ગુરુ-શિષ્યને લઇને સામે આવી રહ્યા છે તે જોઇને સૌ કોઇ ચોંકી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીથી ફરી એકવાર એક વિવાદ સામે આવી રહ્યો છે. જ્યા એક શારીરિક શિક્ષણ ભવનનાં એક પ્રોફેસરે એકે પી.એચ.ડીની વિદ્યાર્થીની સતામણી કરી હોવાનુ સામે આવી રહ્યુ છે. […]

Gujarat Rajkot
6f84a764b582acbcbfc72127c6c2b30a સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં પ્રોફેસર પર PHD વિદ્યાર્થીનીની સતામણીની ફરિયાદ

ગુરુને આપણા દેશમાં સૌથી ઉચુ સ્થાન આપવામાં આવે છે. પરંતુ આજે સમયાંતરે જે સમાચારો ગુરુ-શિષ્યને લઇને સામે આવી રહ્યા છે તે જોઇને સૌ કોઇ ચોંકી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીથી ફરી એકવાર એક વિવાદ સામે આવી રહ્યો છે. જ્યા એક શારીરિક શિક્ષણ ભવનનાં એક પ્રોફેસરે એકે પી.એચ.ડીની વિદ્યાર્થીની સતામણી કરી હોવાનુ સામે આવી રહ્યુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં પ્રોફેસર વિક્રમ વાંકાણી પર એક પી.એચ.ડી કરતી વિદ્યાર્થીની સતામણી કરી છે. જે બાદ વિદ્યાર્થીએ ફરિયાદ કરી છે. મળી રહેલી માહિતી મુજબ પ્રોફેસર વિદ્યાર્થીનીને શારીરિક અને માનસિક રીતે મજબૂર કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીને કરાર આધારિત ત્રાસ આપી તાબે થવા મજબૂર કરવામાં આવી રહી હતી, જેનો તેણે ખુલાસો કર્યો છે. આપને જણાવી દઇએ કે આ પહેલા પણ બે વિદ્યાર્થીનીઓ અભ્યાસ છોડીને ચાલી ગઇ છે. વિદ્યાર્થીનીઓએ પ્રોફેસરનાં તાબે ન રહી અભ્યાસ છોડ્યો હતો. આ મામલે હવે ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટીને કુલપતિએ તપાસ સોંપી છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.