Not Set/ સૌરાષ્ટ્ર યુનિ./ પરીક્ષા બાદ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો આટલી સહાય કરશે…

કોરોના કાળને લઇને રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને શૌક્ષણીક સંસ્થાનોમાં પરીક્ષાઓ યોજવી કે કેમ, તેવી લાંબી અસમંજસ બાદ ફાઇનલી આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. મેડીકલ-પેરામેડીકલની પરીક્ષા આજથી લેવાશે. આ માટે 11 પરીક્ષા કેન્દ્ર પર 931 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્તા તંત્ર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે પરીક્ષા પાછી ઠેલાઇ હતી. લાંબી ચર્ચા […]

Gujarat Rajkot
672e281bcfda901cf47afbdfaa01f6df સૌરાષ્ટ્ર યુનિ./ પરીક્ષા બાદ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો આટલી સહાય કરશે...

કોરોના કાળને લઇને રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને શૌક્ષણીક સંસ્થાનોમાં પરીક્ષાઓ યોજવી કે કેમ, તેવી લાંબી અસમંજસ બાદ ફાઇનલી આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. મેડીકલ-પેરામેડીકલની પરીક્ષા આજથી લેવાશે. આ માટે 11 પરીક્ષા કેન્દ્ર પર 931 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્તા તંત્ર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે પરીક્ષા પાછી ઠેલાઇ હતી.

લાંબી ચર્ચા વિચારણા બાદ આખરે સરકાર અને તંત્ર દ્વારા પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેર સાથે સાથે પરીક્ષામાં કોરોના માર્ગદર્શીકાનો ચૂસ્ત પણે અમલ કરવાની સૂચના આપવામાં આવી હોય, આજે શરુ થવા જઇ રહેલી પરીક્ષામાં એક બ્લોકમાં માત્ર 15 વિદ્યાર્થીઓને જ પરીક્ષા માટે બેસવાની પરમીશન આપવામાં આવી છે. સાથે સાથે પરીક્ષાના સમય દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત હોવાની પણ વિગત વિદિત છે.  

આ બધા માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી વિધ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથી દવાઓ આપવામાં આવશે.

સાથે સાથે ઉપકુલપતિડો.વિજય દેસાણીએ વિદ્યાર્થીઓ માટે કોરોનાના કાળમાં પરીક્ષા આપતા વિધ્યાર્થીઓ અને પરીક્ષા કામગીરી સંકળાયેલા સ્ટાફ માટે અગત્યની જાહેરાત કરી છે. પરીક્ષાના 15 દિવસ બાદ જો કોઈ સંક્રમિત થશે તો તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક લાખ રૂપિયાની મેડિકલ ટ્રીટમેન્ટ માટે સહાય કરશે. પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓનો સંક્રમિત થશે, તો તેમને પણ એક લાખની સહાય કરાશે. ઉલ્લેખનીય છે કે, મેડિકલ અને પેરામેડિકલ પરીક્ષા જાહેરાત બાદ વિદ્યાર્થીઓના હિતમા હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા પણ અગાઉ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.