Not Set/ હનુમાનજીને ના નડ્યું લોકડાઉન/ છેલ્લા 54 વર્ષથી ચાલતી અખંડ રામધૂન આજે પણ અવિરત ચાલુ

કોરોના ના કહેર વચ્ચે છેલ્લા 70 દિવસથી દેશના તમામ ધર્મસ્થાનો બંધ હતા. જે હવે એક એક કરી ને ખુલી રહ્યા છે. ત્યારે જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિરમાં ચાલતી  અખંડ રામધૂન લોક ડાઉન ના સમયગાળા માં પણ યથાવત રહી છે. પ્રપાત વિગતો અનુસાર જામનગરમાં તળાવ ને કાંઠે આવેલું બાળ હુનુંમાન મંદિર તેની રામધુન ને કારણે  દેશભરમાં […]

Uncategorized
d5705060d51d86f4c3faae1101028d11 હનુમાનજીને ના નડ્યું લોકડાઉન/ છેલ્લા 54 વર્ષથી ચાલતી અખંડ રામધૂન આજે પણ અવિરત ચાલુ

કોરોના ના કહેર વચ્ચે છેલ્લા 70 દિવસથી દેશના તમામ ધર્મસ્થાનો બંધ હતા. જે હવે એક એક કરી ને ખુલી રહ્યા છે. ત્યારે જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિરમાં ચાલતી  અખંડ રામધૂન લોક ડાઉન ના સમયગાળા માં પણ યથાવત રહી છે.

બાલા હનુમાન જામનગર લાખોટા તળાવ - YouTube

પ્રપાત વિગતો અનુસાર જામનગરમાં તળાવ ને કાંઠે આવેલું બાળ હુનુંમાન મંદિર તેની રામધુન ને કારણે  દેશભરમાં જાણીતું બન્યું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912 માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓએ યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો. તેઓ 1960માં જામનગરમાં આવ્યા હતા અને તળાવના કાંઠે આ મંદિર બંધાવ્યું હતું.

બાલા હનુમાન મંદિર જામનગર || History of Bala ...

બાલા હનુમાન મંદિરની સ્થાપના પ્રેમભિક્ષુજી મહારાજે 1963-64માં કરી હતી. છેલ્લા 54 વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલે છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. અહીં 24 કલાક ચાલતા અખંડ રામધૂન માં ક્યારે પણ ધૂન ખંડિત થવાની ચિંતા ઉપસ્થિત થતી નથી.

બાલા હનુમાન મંદિર અહીંના જાણીતા લાખોટા તળાવ કે રણમલ તળાવની પાસે જ આવેલું છે. પહેલી ઓગસ્ટ, 1964 થી આ મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે 2001 માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊડ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ નોહતી કરવામાં આવી.

જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિર કે જે અખંડ રામધૂનને લઈને ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે. તે સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં સૌ પ્રથમ વખત લોકડાઉન ને કારણે શાંતિપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના પૂજારીઓ દ્વારા પૂજાવિધી કરી લીધા પછી અખંડ રામધૂનના પાઠ અવિરત ચાલુ રાખવા માટે માત્ર પાંચ ભક્તો દ્વારા જ યોગ્ય ડિસ્ટન્સ રાખીને રામ ધૂન બોલાવવામાં આવી રહી છે. અને અખંડ રામધૂન ના જાપ ચાલું રખાયા છે. જામનગર ના બાલા હનુમાન મંદિર ના ઇતિહાસમાં પ્રથમ વખત હનુમાન જયંતિની સાદગી પૂર્વક ઉજવણી થઈ હતી.  અને દર્શનાર્થીઓ માટે તમામ મંદિરો બંધ રખાયા છે.  વૈશ્વિક કોરોના મહામારી ને કારણે તમામ ધર્મસ્થાનો ભક્તો અને દર્શનાર્થીઓ માટે બંધ કરાયા હતા.

Bala hanuman temple jamnagar/બાલા હનુમાન મંદિર ...

પરંતુ જામનગરના બાલા હનુમાન મંદિરમાં પ્રશાસન ની મંજૂરી લીધા બાદ માત્ર પાંચ જેટલા વ્યક્તિઓ સોશ્યલ ડિસ્ટન્સ રાખી મંદિરમાં રામધૂન ચાલુ રાખવામાં આવી છે.  બાલા હનુમાન મંદિર ખાતે સમય પત્રક બનાવવામાં આવ્યું છે જેના આધારે સમય નક્કી કર્યા મુજબ ના પાંચ વ્યક્તિઓ રામધૂન બોલાવવા માટે આવે છે. આમ કોરોના જેવી વૈશ્વિક મહામારી અને દેશમાં લોકડાઉન હોવા છતાં પણ સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર માં અખંડ રામધૂન યથાવત રહી છે.

સલમાન ખાન મંતવ્ય ન્યુઝ જામનગર….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.