Not Set/ Unlock 1.0/ દેશમાં આજથી ખુલવા જઈ રહ્યા છે હોટલ, મોલ્સ અને ધાર્મિક સ્થળ

લોકડાઉન દરમિયાન લગભગ બે મહિના બંધ રહ્યા બાદ સોમવારથી દેશમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો, હોટલ અને રેસ્ટોરન્ટ ફરી શરૂ થવા જઇ રહ્યા છે, જેમાં નવા નિયમો હેઠળ પ્રવેશ માટે ટોકન સિસ્ટમ, જ્યારે મંદિરોમાં ‘પ્રસાદ‘ વગેરેનું વિતરણ કરવામાં આવશે નહીં. વધી રહેલા કોરોનાનાં કેસ વચ્ચે આ તમામ સ્થળોને ખોલવાથી  એક નવા પડકારનો સામનો કરવો પડી શકે […]

India
f7ab7385409e2c4a696cc6a3febcb27c Unlock 1.0/ દેશમાં આજથી ખુલવા જઈ રહ્યા છે હોટલ, મોલ્સ અને ધાર્મિક સ્થળ
f7ab7385409e2c4a696cc6a3febcb27c Unlock 1.0/ દેશમાં આજથી ખુલવા જઈ રહ્યા છે હોટલ, મોલ્સ અને ધાર્મિક સ્થળ

લોકડાઉન દરમિયાન લગભગ બે મહિના બંધ રહ્યા બાદ સોમવારથી દેશમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો, હોટલ અને રેસ્ટોરન્ટ ફરી શરૂ થવા જઇ રહ્યા છે, જેમાં નવા નિયમો હેઠળ પ્રવેશ માટે ટોકન સિસ્ટમ, જ્યારે મંદિરોમાં પ્રસાદવગેરેનું વિતરણ કરવામાં આવશે નહીં. વધી રહેલા કોરોનાનાં કેસ વચ્ચે આ તમામ સ્થળોને ખોલવાથી  એક નવા પડકારનો સામનો કરવો પડી શકે છે.

ભારત લોકડાઉનમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું છે અને એસઓપી સાથે તમામ નોન-કમ્ટેનમેન્ટ ક્ષેત્રમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવાની ત્રણ તબક્કાની યોજનાનાં ભાગ રૂપે પ્રથમ તબક્કો અનલોક-1તરીકે ત્યારે શરૂ થવા જઇ રહ્યો છે, જ્યારે રવિવારે દેશમાં સતત પાંચમા દિવસે કોવિડ-19 કેસોમાં 9,000 થી વધુનો વધારો થયો છે અને પહેલીવાર એક જ દિવસમાં કેસની સંખ્યા 10 હજાર ની સપાટીને પાર કરી ગઈ છે.

આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં સતત પાંચમાં દિવસે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવવાનું ચાલુ રહ્યુ છે. જ્યા 9,971 નવા કેસ નોંધાયા બાદ દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 2,46,628 પર પહોંચી છે, જ્યારે મૃત્યુઆંક 6,929 પર પહોંચી ગયો છે. ભારતમાં શનિવાર સવારથી છેલ્લા 24 કલાકમાં 287 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યોનાં આંકડા મુજબ, પ્રથમ વખત એક જ દિવસમાં ચેપનાં કેસોની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે અને 10,218 નવા દર્દીઓ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.