Not Set/ હાથરસ, બલરામપુર પછી ભદોહીમાં, દલિત કિશોરનું માથું કચડી હત્યા, બળાત્કારની આશંકા

  ઉત્તર પ્રદેશમાં એક પછી એક મહિલાઓ વિરુદ્ધ ગુનાની ઘટનાઓ સામે આવી રહી છે. હાથરસ મામલે આખો દેશ ઉકળી રહ્યો છે. તે જ સમયે, બલરામપુરની ઘટના પણ શરમજનક છે. તો હવે  ભદોહી જિલ્લાની દલિત કિશોરી સાથેના વધુ એક અત્યાચારના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લાના ગોપીગંજ વિસ્તારમાં 14 વર્ષિય દલિત કિશોરની નિર્દયતાથી માથું કચડીને હત્યા […]

Uncategorized
ba2507e979cf35211f7fbcdedbd841d7 1 હાથરસ, બલરામપુર પછી ભદોહીમાં, દલિત કિશોરનું માથું કચડી હત્યા, બળાત્કારની આશંકા
 

ઉત્તર પ્રદેશમાં એક પછી એક મહિલાઓ વિરુદ્ધ ગુનાની ઘટનાઓ સામે આવી રહી છે. હાથરસ મામલે આખો દેશ ઉકળી રહ્યો છે. તે જ સમયે, બલરામપુરની ઘટના પણ શરમજનક છે. તો હવે  ભદોહી જિલ્લાની દલિત કિશોરી સાથેના વધુ એક અત્યાચારના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લાના ગોપીગંજ વિસ્તારમાં 14 વર્ષિય દલિત કિશોરની નિર્દયતાથી માથું કચડીને હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પણ બળાત્કારની આશંકા સેવાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભદોહી જિલ્લાના ગોપીગંજ કોટવાલી વિસ્તારમાં રહેતી 14 વર્ષિય દલિત કિશોરી નો મૃતદેહ ગુરુવારે બપોરે તેના ઘરથી થોડે દૂર આવેલા બાજારીના ખેતરમાંથી મળી આવ્યો હતો. હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવારે જણાવ્યું હતું કે બળાત્કાર બાદ પુત્રીની હત્યા કરવામાં આવી હતી. કિશોરીના શરીર ઉપરથી કપડા ગાયબ હતા. અને તેના માથામાં ગંભીર ઇજાઓ હતી. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ સ્થળના એસપી અને આઈજી આવી પહોંચ્યા હતા. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કિશોરી  બપોરે એક વાગ્યે શૌચ માટે ખેતરમાં ગઈ હતી.  લગભગ એક કલાક પછી, તેણી પરત ન આવતાં પરિવારજનો ચિંતિત હતા. આજુબાજુની શોધખોળ કર્યા પછી, તેણીની ઘરથી થોડે દૂર સ્થિત બાજરીના ખેતરમાં લોહીલુહાણ અવસ્થામાં મળી હતી. તેને તાત્કાલિક ગોપીગંજ નગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી  હતી. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.  

પોલીસ અધિક્ષક રામબદનસિંહે જણાવ્યું હતું કે કિશોરી શૌચ ક્રિયા માટે ગઈ હતી. જ્યાં તેણીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. હત્યા પાછળનું ચોક્કસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. તો  મૃતક કિશોરીની માતાએ કહ્યું છે કે બળાત્કાર બાદ પુત્રીની હત્યા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.