Not Set/ હાર્ટ એટેક ના કારણે અભિનેતા ઇન્દર કુમાર નું નિધન

બોલિવુડ અભિનેતા ઇન્દરકુમાર હવે આ દુનિયામાં રહ્યા નથી. સલમાન ખાન અને સની દેઓલ જેવા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકેલ બોલિવુડ અભિનેતા ઇન્દરકુમાર ના નિધનના સમાચારથી બધા આશ્ચર્યચકિત થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર, શુક્રવારે વહેલી સવારે ૨ વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું છે. ઇન્દરકુમાર અંધેરીમાં તેમના ઘરમાં બેહોશીની સ્થિતિમાં મળ્યા હતા. જ્યારે તેમને ડોક્ટરની […]

Entertainment
indr kumar હાર્ટ એટેક ના કારણે અભિનેતા ઇન્દર કુમાર નું નિધન

બોલિવુડ અભિનેતા ઇન્દરકુમાર હવે આ દુનિયામાં રહ્યા નથી. સલમાન ખાન અને સની દેઓલ જેવા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકેલ બોલિવુડ અભિનેતા ઇન્દરકુમાર ના નિધનના સમાચારથી બધા આશ્ચર્યચકિત થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર, શુક્રવારે વહેલી સવારે ૨ વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું છે. ઇન્દરકુમાર અંધેરીમાં તેમના ઘરમાં બેહોશીની સ્થિતિમાં મળ્યા હતા. જ્યારે તેમને ડોક્ટરની પાસે લઇ જવામાં આવ્યા તો ત્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

ઇન્દરે બોલિવુડમાં લગભગ 20 ફિલ્મો કરી છે. 1996માં આવેલી ફિલ્મ માસૂમથી તેમણે બોલિવુડમાં આગમન કર્યું હતુ ત્યારબાદ તેમણે ખિલાડીઓ કે ખિલાડી, કુંવારા, ઘૂંઘટ, દંડનાયક, માં તુઝે સલામ, હથિયાર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ. આ ઉપરાંત નાના પડદાની સિરિયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થીમાં મિહિરના રોલમાં જોવા મળ્યા હતા.
સલમાન ખાનની સાથે 2002માં ‘તુમકો ના ભૂલ પાએંગે’ અને 2009માં ‘વોન્ટેડ’ જેવી ફિલ્મોમાં તેમણે યાદગાર અભિનય કર્યો હતો. ઇન્દર અત્યારે તેમની અપકમિંગ ફિલ્મ ‘ફટી પડી હે યાર’ ના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ફિલ્મમાં તેમની સાથે કોમેડિયન સુનીલ પાલ પણ હાજર હતા. ઇન્દ્ર પર થોડા સમય પહેલા રેપનો આરોપ પણ લાગ્યો હતો. ત્યારબાદ તે વધારે વિવાદમાં હતા.