ડ્રગ્સ કેસ/ ‘આ શક્ય નથી’ ડ્રગ્સ કેસમાં પુત્ર સિદ્ધાંતનું નામ સામે આવ્યું તો પિતા શક્તિ કપૂરે આપી આવી પ્રતિક્રિયા

શક્તિ કપૂર માની શકતા નથી કે તેનો 37 વર્ષનો દીકરો પાર્ટીમાં ડ્રગ્સ લેતા પકડાયો છે. તેણે એક ઈન્માંટરવ્યુમાં આ અંગે પ્રતિક્રિયા આપી છે.

Trending Entertainment
ડ્રગ્સ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂર  (Shakti Kapoor) ના પુત્ર સિદ્ધાંત કપૂરને તાજેતરમાં જ પોલીસ દ્વારા બેંગ્લોરમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સિદ્ધાંત કપૂર (Siddhanth Kapoor) પર ડ્રગ્સ (Drugs) લેવાનો આરોપ છે. પોલીસે દરોડા પાડ્યા બાદ તેને પોતાની કસ્ટડીમાં લીધો હતો. સમાચાર અનુસાર, ડ્રગ્સ ટેસ્ટમાં સિદ્ધાંત કપૂર સહિત કુલ છ લોકો પોઝિટિવ આવ્યા છે.

આ તમામ લોકો બેંગ્લોરના એમજી રોડ સ્થિત હોટલમાં પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે દરોડો પાડીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તે જ સમયે, જ્યારે ડ્રગ્સ કેસમાં પુત્ર સિદ્ધાંત કપૂરનું નામ સામે આવ્યું ત્યારે શક્તિ કપૂરની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

a 48 3 'આ શક્ય નથી' ડ્રગ્સ કેસમાં પુત્ર સિદ્ધાંતનું નામ સામે આવ્યું તો પિતા શક્તિ કપૂરે આપી આવી પ્રતિક્રિયા

સોમવારે તેમના પુત્રને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યાના સમાચાર પછી એક વેબસાઈટ સાથે વાત કરતા શક્તિ કપૂરે કહ્યું- ‘હું માત્ર એક જ વાત કહી શકું છું – તે શક્ય નથી.’

a 48 5 'આ શક્ય નથી' ડ્રગ્સ કેસમાં પુત્ર સિદ્ધાંતનું નામ સામે આવ્યું તો પિતા શક્તિ કપૂરે આપી આવી પ્રતિક્રિયા

મળતી માહિતી મુજબ, પોલીસે બાતમીના આધારે એમજી રોડ પર એક હોટલ પર દરોડો પાડ્યો હતો જ્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે ડ્રગ્સના સેવનના શંકાસ્પદ લોકોના સેમ્પલ મોકલ્યા હતા. તપાસમાં પોઝિટિવ મળી આવેલા છ લોકોમાં શ્રદ્ધા કપૂરના ભાઈના સેમ્પલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે કહ્યું કે તે સ્પષ્ટ નથી કે તેણે ડ્રગ્સનું સેવન કર્યું અને પાર્ટીમાં આવ્યો કે હોટલમાં તેનું સેવન કર્યું.

a 48 4 'આ શક્ય નથી' ડ્રગ્સ કેસમાં પુત્ર સિદ્ધાંતનું નામ સામે આવ્યું તો પિતા શક્તિ કપૂરે આપી આવી પ્રતિક્રિયા

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસની તપાસ દરમિયાન ડ્રગ કેસનો મુદ્દો સામે આવ્યો હતો. આ ડ્રગ કેસમાં બોલિવૂડના ઘણા મોટા કલાકારોના નામ સામે આવ્યા હતા. ડ્રગ્સ કેસમાં સિદ્ધાંત કપૂરની બહેન શ્રદ્ધા કપૂરનું નામ પણ ખેંચાયું હતું. NCB દ્વારા ડ્રગ્સ રાખવાના આરોપમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:સ્ટેડિયમ ચોકીમાં દારૂની મહેફિલ માણતા ASI સહિત 4 લોકો ઝડપાયા

આ પણ વાંચો:‘યે રાહુલ ગાંધી હૈ ઝુકેગા નહીં’, ED સમક્ષ હાજર થતા પહેલા કોંગ્રેસ નેતાઓનું પોસ્ટર વોર

આ પણ વાંચો:Shraddha kapoor ના ભાઈ સિદ્ધાંતની ધરપકડ, ડ્રગ્સ લેવાનો આરોપ