Not Set/ હેપ્પી બર્થ ડે ટુ યુ અક્ષય કુમાર

પંજાબના અમૃતસરમાં જન્મેલો અક્ષય કૂમળી વયથી આર્ટિસ્ટ હતો એમ કહી શકાય. એ સ્કૂલમાં અને ગણેશોત્સવ જેવા પર્વો પર રેકોર્ડ ડાન્સ કરતો અને શાબાશી મેળવતો. કલાકાર બનવાની ઇચ્છા હોવાથી સાવ નાની વયે એ મુંબઇ આવી ગયો અને ડોન બોસ્કો જેવી પ્રતિષ્ઠિત સ્કૂલમાં ભણ્યો. લશ્કરી અધિકારીનો પુત્ર હોવાથી એનામાં પહેલેથી શિસ્ત ભાવના હતી. સ્કૂલના ભણતર દરમિયાન એને […]

Entertainment
Akshay Kumar returns to television and this will be next his show હેપ્પી બર્થ ડે ટુ યુ અક્ષય કુમાર

પંજાબના અમૃતસરમાં જન્મેલો અક્ષય કૂમળી વયથી આર્ટિસ્ટ હતો એમ કહી શકાય. એ સ્કૂલમાં અને ગણેશોત્સવ જેવા પર્વો પર રેકોર્ડ ડાન્સ કરતો અને શાબાશી મેળવતો. કલાકાર બનવાની ઇચ્છા હોવાથી સાવ નાની વયે એ મુંબઇ આવી ગયો અને ડોન બોસ્કો જેવી પ્રતિષ્ઠિત સ્કૂલમાં ભણ્યો. લશ્કરી અધિકારીનો પુત્ર હોવાથી એનામાં પહેલેથી શિસ્ત ભાવના હતી. સ્કૂલના ભણતર દરમિયાન એને માર્શલ આર્ટસ્માં રસ પડયો અને એક પછી એક કલા શીખવા માંડયો. ટેક્વાન્ડો, કરાટે, કુંગ ફુ વગેરેમાં નિષ્ણાત થયો અને વધુ સઘન ટ્રેનિંગ માટે હોંગકોંગ તથા બેંગકોક ગયો. ત્યાં થોડો સમય  બાવર્ચી તરીકે પણ કામ કર્યું.ત્યારબાદ અભિનયમાં રસ પડતાં મુંબઇ પાછો આવ્યો અને ૧૯૯૦ના દાયકામાં એક્શન સ્ટાર તરીકે કામ શરૃ કર્યું. એની ખિલાડી સિરિઝની ફિલ્મો હિટ નીવડી હતી. ધીરે ધીરે એ મેઇન સ્ટ્રીમ ફિલ્મો તરફ વળ્યો અને આજે તો એ ખાન ત્રિપુટી સાથે સ્પર્ધા કરી શકે એેવો નીવડેલો કલાકાર સાબિત થયો છે.

ટોચના એક્શન અને કોમેડી સ્ટાર અક્ષય કુમારનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ અક્ષય કુમાર. બોલિવૂડના ત્રણે ખાન સામે ટકી ગયેલા અને સતત હિટ ફિલ્મો આપતા રહેલા આ કલાકાર આજે ૫૦ વર્ષના થયા. સુપર સ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી ટ્વીન્કલ સાથે એણે લગ્ન કર્યાં છે અને એને એક પુત્ર અને એક પુત્રી છે.