Not Set/ ૧૦૮ ના કર્મચારીઓ ની હડતાલ, ઈમરજન્સી સર્વિસ માં પડશે મુશ્કેલી.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 108ના કર્મચારીઓ ફરી એક વખત હડતાળ પર ઉતરી ગયા છે. 108ના કર્મચારીઓ વહેલી સવારથી પડતર માગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા છે.જેમાં મહેસાણા, સુરત અને નવસારી જિલ્લામાં કર્મચારીઓએ હડતાળ પાળી છે…કર્મચારીઓની હડતાળને લઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના પૈડા થંભી ગયા છે અને તેને કારણે ઈમરજન્સી સેવા ઠપ થઈ ગઈ છે. જેને કારણે તાત્કાલિક સેવા મેળવવા માગતા દર્દીઓને […]

Uncategorized

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 108ના કર્મચારીઓ ફરી એક વખત હડતાળ પર ઉતરી ગયા છે. 108ના કર્મચારીઓ વહેલી સવારથી પડતર માગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા છે.જેમાં મહેસાણા, સુરત અને નવસારી જિલ્લામાં કર્મચારીઓએ હડતાળ પાળી છે…કર્મચારીઓની હડતાળને લઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના પૈડા થંભી ગયા છે અને તેને કારણે ઈમરજન્સી સેવા ઠપ થઈ ગઈ છે. જેને કારણે તાત્કાલિક સેવા મેળવવા માગતા દર્દીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.પડતર માગણીઓ સાથે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ 108ની એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ્સના પાર્કિંગમાં મુકીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.