Not Set/ ​​​​​​​બીજા કવાર્ટરના એડવાન્સ ટેકસમાં વધારો, અનેક કંપનીઓએ સરકારી તિજોરી છલકાવી

  દેશમાં કોરોના સંકટ વચ્ચે બીજા કવાર્ટરના એડવાન્સ ટેકસમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને ટેકનોલોજી અને ઉત્પાદન કંપનીઓએ વધુ એડવાન્સ ટેકસ ભર્યો છે જયારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તથા એલઆઈસી ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અને એચડીએફસીએ ગત કવાર્ટર કરતા ઓછો એડવાન્સ ટેકસ ભર્યો છે. હાલમાં જાહેર થયેલા આંકડા મુજબ રીલાયન્સ રીટેલએ ગત વર્ષે 32 કરોડ રૂપિયાનો […]

Business
b7fee1f06a549e32fc18061c169e22fa ​​​​​​​બીજા કવાર્ટરના એડવાન્સ ટેકસમાં વધારો, અનેક કંપનીઓએ સરકારી તિજોરી છલકાવી
 

દેશમાં કોરોના સંકટ વચ્ચે બીજા કવાર્ટરના એડવાન્સ ટેકસમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને ટેકનોલોજી અને ઉત્પાદન કંપનીઓએ વધુ એડવાન્સ ટેકસ ભર્યો છે જયારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તથા એલઆઈસી ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અને એચડીએફસીએ ગત કવાર્ટર કરતા ઓછો એડવાન્સ ટેકસ ભર્યો છે.

હાલમાં જાહેર થયેલા આંકડા મુજબ રીલાયન્સ રીટેલએ ગત વર્ષે 32 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેકસ ભર્યો હતો તેની સામે ચાલુ વર્ષે રૂા.521 કરોડનો એડવાન્સ ટેકસ ભર્યો છે. પરંતુ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કે જે આ ગ્રુપની ફલેગશીપ કંપની છે. તેણે એક પણ રૂપિયાનો એડવાન્સ ટેકસ ભર્યો નથી. ખાસ કરીને ક્રુડ તેલના નીચા ભાવને કારણે કંપનીએ રીફાઈનરી માર્જીનમાં જે ઘટાડો થયો તેના કારણે એડવાન્સ ટેકસ ભર્યો નથી.

વધુ રકમ ભરનારમાં ઈન્ફોસીસ, ટેક મહીન્દ્રા, એચસીએલ, લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે. ઉપરાંત એચએસબીસી ડયુસ બેંક તથા જે.પી.મોર્ગન એ પણ ડબલ ડીજીટમાં એડવાન્સ ટેકસ વૃદ્ધિ નોંધાવી છે. રીલાયન્સ રીટેલમાં વૈશ્ચિક રોકાણકારોના આગમનથી તેને રૂા.521 કરોડનો ટેકસ ભર્યો છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગત વર્ષે આસમયગાળામાં રૂા.3270 કરોડનો એડવાન્સ ટેકસ ભર્યો હતો પરંતુ ચાલુ વર્ષે હજુ એડવાન્સ ટેકસ ભર્યો નથી. ઈન્કમટેકસ વિભાગના આંકડા મુજબ ઈન્ફોસીસ દ્વારા રૂા.1330 કરોડ (ગત વર્ષે રૂા.1150 કરોડ)નો ટેકસ ભર્યો છે. જે 16 ટકાની વૃદ્ધિ દેખાડે છે. ટેક મહીન્દ્રા એ રૂા.350 કરોડ (ગત વર્ષ કરતા 8 ટકા વધુ) અને એચસીએલએ રૂા.550 કરોડનો એડવાન્સ ટેકસ ભર્યો છે. જયારે આઈસીઆઈ બેંકે ગત વર્ષ રૂા.1375 કરોડની સામે રૂા.1200 કરોડનો એચડીએફસી બેંકે રૂા.4310 કરોડની સામે રૂા.3600 કરોડ, એલઆઈસીએ રૂા.2946 કરોડની સામે રૂા.2811 કરોડ અને એસબીઆઈએ રૂા.2985ની સામે રૂા.2976 કરોડ તથા આઈટીસીએ રૂા.1850 કરોડની સામે રૂા.1000 કરોડનો એડવાન્સ ટેકસ ભર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.