Rajkot/ રાજકોટના અલગ-અલગ સોનીઓના અંદાજે 1.78 કરોડના દાગીનાના પાર્સલની હુમલો કરીને અમદાવાદમા  લૂંટ

રાજકોટની સોનીબજારના અલગ-અલગ સોની વેપારીઓએ આંગડિયા પેઢી મારફતે મોકલેલા 1.43 કરોડના સોનાના દાગીનાના પાર્સલ તેમજ અમદાવાદની આંગડિયા પેઢીના સોનીના પાર્સલ સહિત કુલ 1.78 ક

Top Stories
1

રાજકોટની સોનીબજારના અલગ-અલગ સોની વેપારીઓએ આંગડિયા પેઢી મારફતે મોકલેલા 1.43 કરોડના સોનાના દાગીનાના પાર્સલ તેમજ અમદાવાદની આંગડિયા પેઢીના સોનીના પાર્સલ સહિત કુલ 1.78 કરોડના પાર્સલની અમદાવાદ એરપોર્ટ પાસે લૂંટ થતાં સનસનાટી મચી ગઈ છે.રાજકોટ અને અમદાવાદની આંગડિયા પેઢીના કર્મચારી ઉપર ત્રણ શખસોએ હુમલો કરીને આ લૂંટને અંજામ આપ્યો છે. આ બનાવ અંગે અમદાવાદ અને રાજકોટ પોલીસે તપાસ હાથ ધરી છે.

Khairkoba loot case two arrested, know the whole case
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટના દરબારગઢ પાસે સોનીબજારમાં જય માતાજી લોજેસ્ટિક નામે આંગડિયા પેઢી ચલાવતા અને હાટકેશ્ર્વર ચોકમાં રહેતા સુરેશકુમાર જયકિશન ચૌધરી સોની વેપારીઓના પાર્સલની આંગડિયા મારફતે પહોંચાડવાની કામગીરી કરે છે. અમદાવાદના સિંધી કોલોનીમાં રહેતા મુળ રાજસ્થાનના વિંધિયાધર બજરંગલાલ પણ રાજકોટની આ પેઢી સાથે જોડાયેલા હોય અને તે પણ જય માતાજી એર કંપની નામે વ્રજશાંતિ ગોલ્ડ પેલેસમાં ઓફિસ રાખી આંગડિયાનું કામ કરે છે.

Vadodara / કોરોનાના કહેર વચ્ચે આ હોસ્પીટલમાં નર્સિંગ સ્ટાફને બે મહિનાથી…

રાજકોટ અને અમદાવાદના સોની વેપારીઓના પાર્સલ વિમાન માર્ગે એર કાર્ગો દ્વારા અલગ-અલગ જગ્યાએ પહોંચાડવાનું કામ કરતાં વિંધિયાધર અને રાજકોટના સુરેશભાઈને ત્યાં નોકરી કરતાં જગદીશ પન્નારામ ચૌધરી સાથે રાજકોટથી અલગ-અલગ સોની વેપારીઓના આશરે 22 જેટલા પાર્સલ કે જેમાં 13 નંગ પાર્સલ અને બીજા 9 નંગ પાર્સલ અમદાવાદ ખાતે મોકલ્યા હતા અને અમદાવાદથી વિંધિયાધર સમીર પોતાના સોની વેપારીઓના બીજા પાર્સલ લઈ એમ કુલ 27 પાર્સલ કે જે અમદાવાદની સ્પાઈસ જેટ ફલાઈટમાં કાર્ગોમાં મોકલવાના હોય જેથી વિંધિયાધર સમીર અને જગદીશભાઈ બન્ને 30 તારીખના મોડીરાત્રે મોટરસાઈકલ નં.જી.જે.1-યુ.એમ.7303 લઈને એરપોર્ટ તરફ જતા હતા ત્યારે રસ્તામાં જગદીશભાઈ અને વિંધિયાધર ઉપર ત્રણ શખસોએ હુમલો કર્યો હતો અને આ 27 પાર્સલની લૂંટ ચલાવીને ત્રણેય શખસો ફરાર થઈ ગયા હતા.

Loot from Club Operator at Gun Point in Gurugram

NEW DELHI / નવા વર્ષમાં PM મોદીએ જનતાને આપી મોટી ભેટ…

અમદાવાદ એરપોર્ટ પાસે થયેલા હુમલામાં ઘવાયેલા રાજકોટના આંગડિયા પેઢીના કર્મચારીઓ એ જણાવ્યા પ્રમાણે રાજકોટની સોની પેઢીના અલગ-અલગ 22 પાર્સલો જેની કિંમત આશરે 1.43 કરોડ તેમજ અમદાવાદની સોની વેપારીઓની અલગ-અલગ પાર્સલની કિંમત મળી કુલ 1.78 કરોડના પાર્સલની લૂંટ ચલાવવામાં આવી હોય આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઈજાગ્રસ્ત જગદીશ અને વિંધિયાધરને એર કાર્ગોની ગાડી મારફતે સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવ અંગે અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને એ-ડિવિઝન પોલીસ પણ તપાસમાં જોડાઈ અમદાવાદ એરપોર્ટ પાસે રાજકોટ અને અમદાવાદની આંગડિયા પેઢીના બે કર્મચારી ઉપર હમલો કરી રાજકોટના સોની વેપારીના 1.43 કરોડ સહિત કુલ 1.78 કરોડના પાર્સલની લૂંટ થઈ હોય જે અંગે અમદાવાદ મેઘાણીનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

Wuhan / લો બોલો!! વુહાનથી ફેલાયેલો કોરોના, ત્યાં જ થઇ નવા વર્ષની સૌથ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…