Loksabha Election 2024/ મોદી કેબિનેટના 10 મંત્રીઓનું રોળાશે સપનું

ણાં ચહેરાને પણ કેબિનેટમાં સામેલ નહી કરાય

Top Stories India
Beginners guide to 10 મોદી કેબિનેટના 10 મંત્રીઓનું રોળાશે સપનું

New Delhi News : લોકસભા ચૂંટણી 2024 પરિણામ લગભગ સ્પષ્ટ થઇ ગયા છે. એનડીએ ગઠબંધનને 292 સીટો મળી રહી છે. તે સિવાય મોદી 3-0 માં ગઠબંધનના દળોની મોટી ભૂમિકા રહેવાની છે. એવામાં પીએમ મોદીના નવા કેબિનેટને લઇને પણ ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે જેડીયૂ અને ટીડીપી પણ કેબિનેટમાં સામેલ થઇ શકે છે. એવામાં મોદી કેબિનેટ 3-0 ના નવા ચહેરાને લઇને લોકોના મનમાં વિવિધ પ્રકારના સવાલ ઉદભવી રહ્યા છે. જોકે પાર્ટીના નેતાઓ દ્વારા સીધો જવાબ મળી રહ્યો છે. જેમ કે મંત્રીમંડળમાંથી કોનું પત્તુ કપાશે? કયા કયા નવા ચહેરાઓને મોદી ફરીથી પોતાના કેબિનેટમાં સ્થાન આપશે?  એક વાત સ્પષ્ટ છે કે જે ચહેરાઓને લોકસભાની ટિકીટ નથી અપાઈ તેઓ કમ સે કમ મંત્રી તો નથી બની રહ્યા. સાથે જ હારેલા ઘામા ચહેરાને પણ કેબિનેટમાં સામેલ નહી કરાય.

ઉપરાંત ઘણા મંત્રીઓને આ વખતે ટિકીટ આપવામાં આવી નથી. ઘણા ચહેરાઓને પ્રદર્શનના આધારે કે ઉંમરના કારણે આ વખતે મંત્રીમંડળમાં સામેલ ન કરવાની વાત કહેવામાં આવી રહી છે. ઓછામાં ઓછા મોદી સરકારના 10 એવા મોટા ચહેરા છે, જેમની મોદી 3.0 માં મંત્રી બનવાનું સપનું લગભગ ખતમ થઇ ગયું છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટ મંત્રી નારાયણ રાણે, ગુરૂગ્રામથી લોકસભાની ચૂંટણી લડી રહેલા રાવ ઇંદ્રજીત સિંહનું પણ પત્તું કપાય તેવી ચર્ચા છે.કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશ (સુરત) પહેલા જ રેસમાંથી બહાર થઈ ગયા છે. આ વખતે જરદોશની ટિકિટ કાપવામાં આવી હતી. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનનું પત્તુ કપાવાની પણ ચર્ચા ચાલી રહી છે.. અઠાવલેની ઉંમર તેમાં અવરોધ બની રહી છે. આ વખતે પાર્ટીએ બિહાર ભાજપના દિગ્ગજ નેતા અશ્વિની કુમાર ચૌબેને બક્સરથી ટિકિટ કાપી હતી. એવામાં તેમના મંત્રી બનવાના ચાન્સ સાવ ખતમ થઈ ગયા છે.

મોદી સરકારના બીજા કાર્યકાળમાં મીનાક્ષી લેખી દિલ્હીની એકમાત્ર સાંસદ હતા જેમને કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. આ વખતે લેખીની ટિકીટ કપાઇ ગઇ હતી. એવામાં મીનાક્ષી લેખીનું પણ મંત્રી બનવાનું સપનું તૂટી ગયું છે. આ તરફ મોદી સરકારના બીજા કાર્યકાળમાં મંત્રી રહેલા દિબ્રુગઢના સાંસદ રામેશ્વરતી તેલી અને અલીપુરદ્વારથી સાંસદ જોન બારલાની પણ ટિકીટ કપાવવાથી મંત્રી બનવાની સંભાવના ખતમ થઇ ગઇ છે.

આ બધાની વચ્ચે ભાજપની અંદર લગભગ બે વર્જન મંત્રીઓના આ વખતે મોદી કેબિનેટનો ભાગ બનવા પર સંશય બનવાની આશંકા છે. ખાસકરીને યૂપી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્વિમ બંગાળના કેટલાક મોટા ચહેરાઓના નામ કાપીને આ વખતે નવા લોકોને મંત્રી બનાવવામાં આવી શકે છે. તો બીજી તરફ અમિત શાહ, જયશંકર, અશ્વિની વૈષ્ણ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, સર્વાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા ચહેરાઓનું મંત્રી બનવાનું લગભગ ફાઇનલ ગણવામાં આવે છે.

રાવ ઈન્દ્રજીત સિંહ, દર્શના જરદોશ, રાવ સાહેબ દાનવે, સાધ્વી નિરંજના જ્યોતિ, મીનાક્ષી લેખી, વીકે સિંહ, રામદાસ આઠવલે, પ્રતિમા ભૌમિક, અશ્વિની ચૌબે, અન્નપૂર્ણા દેવી યાદવ, સોમપ્રકાશ, એસપી સિંહ બાગેલ જેવા ઘણા રાજ્ય મંત્રીઓ છે. આ વખતે મંત્રી બનવું મુશ્કેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 8 જૂને થઇ શકે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, મોદી ત્રીજી વખત બનશે PM

આ પણ વાંચો:નાયડુએ કહ્યું- નિશ્ચિંત રહો, નીતિશે કહ્યું, સરકાર ચોક્કસ બનશે

આ પણ વાંચો: આજે NDA અને INDIAની બેઠક, એક જ ફ્લાઈટમાં નીતીશ-તેજશ્વી, જુઓ ફોટો