Not Set/ બેગલુરૂમાં આવેલા સાઉથ આફ્રિકાના 10 વિદેશી પ્રવાસીઓ લાપતા,કર્ણાટકમાં 2 કેસ મળી આવ્યા

બેંગલુરુ મહાનગર પાલિકાએ શુક્રવારે જણાવ્યું હતું કે આફ્રિકન દેશોના ઓછામાં ઓછા 10 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ હજુ પણ શોધી શકાયા નથી.

Top Stories India
bangluru બેગલુરૂમાં આવેલા સાઉથ આફ્રિકાના 10 વિદેશી પ્રવાસીઓ લાપતા,કર્ણાટકમાં 2 કેસ મળી આવ્યા

બેંગલુરુ મહાનગર પાલિકાએ શુક્રવારે જણાવ્યું હતું કે આફ્રિકન દેશોના ઓછામાં ઓછા 10 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ હજુ પણ શોધી શકાયા નથી. આ લોકો એવા સમયે ગુમ થયા છે જ્યારે કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કોવિડ કેસ મળી આવ્યા છે. દેશમાં પ્રથમ વખત કર્ણાટકમાં જ આ પ્રકારનો કેસ જોવા મળ્યો છે.

 એક અહેવાલ મુજબ સ્વાસ્થ્ય અધિકારીઓ હવે વિદેશીઓને શોધી રહ્યા છે.પાલિકાના કમિશનર ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ટ્રેકિંગ એ સતત પ્રક્રિયા છે અને અમે તે ચાલુ રાખીશું. જો કોઈ ફોનનો જવાબ ન આપતું હોય તો એક માનક પ્રોટોકોલ છે અને અમે તેનું પાલન કરીશું.” ગુપ્તાએ લોકોને સાવચેત રહેવા અને સલામતીના પગલાં લેવાનું સૂચન કર્યુ છે.

કર્ણાટકના આરોગ્ય પ્રધાન ડૉ. કે સુધાકરે જણાવ્યું હતું કે, “દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન મળ્યા બાદ 57 પ્રવાસીઓ બેંગલુરુ પહોંચ્યા હતા. નગરપાલિકાએ જણાવ્યું હતું કે  57 પ્રવાસીઓમાંથી 10ને શોધી શકાયા નથી. તેમનો ફોન સ્વીચ ઓફ છે અને આપેલા સરનામા પર ઉપલબ્ધ નથી.” ડેલ્ટા કરતા વધુ ખતરનાક ગણાતા 50 થી વધુ મ્યુટેશન સાથેના આ પ્રકારે 30 થી વધુ દેશોમાં પ્રવેશ કર્યો છે. ભારતમાં પણ 2 કેસ મળી આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે બે દર્દીઓમાંથી એક વિદેશી હતો જેણે દેશ છોડી દીધો હતો. બીજો વ્યક્તિ કર્ણાટકનો છે, જેણે વિદેશ પ્રવાસ કર્યો નથી.