Mahesana News/ મહેસાણામાં 10 શિક્ષકો એક વર્ષ કરતા વધુ સમયથી ગેરહાજર

અંબાજીની પાંછા પ્રાથમિક શાળા માં વિદેશ માં બેઠા બેઠા પગાર લેતી શિક્ષિકા નો કિસ્સો સામે આવ્યા બાદ મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ એક્શન મોડ માં આવ્યું છે.

Gujarat Top Stories Others Breaking News

Mahesana News: અંબાજીની પાંછા પ્રાથમિક શાળા માં વિદેશ માં બેઠા બેઠા પગાર લેતી શિક્ષિકા નો કિસ્સો સામે આવ્યા બાદ મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ એક્શન મોડ માં આવ્યું છે.મહેસાણા શિક્ષણ વિભાગમાં પણ ઘણા લાંબા સમય થી શિક્ષકો ગુલ્લીઓ મારતા હોવાની ફરિયાદો વચ્ચે પ્રાથમિક શિક્ષણ વિભાગ ની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

જિલ્લા ની અલગ અલગ  પ્રાથમિક શિક્ષણ માં ફરજ બજાવતા 10 જેટલા શિક્ષકો એક વર્ષ થી ફરજ ઉપર આવ્યા નથી અને સરકારી રજાઓ ઉપર આરામ ફરમાવી રહ્યા છે.તેમાં મહેસાણા જિલ્લા ના કડી તાલુકા,બહુચરાજી, ખેરાલુ, વિસનગર તાલુકા સહિત ની સ્કૂલો માં 10 જેટલા શિક્ષકો એક વર્ષ કરતા વધુ સમય થી રજાઓ ભોગવી રહ્યા છે, જેમાં બહુચરાજી તાલુકા ના એક ગામ ની પ્રાથમિક શાળા ના શિક્ષક છેલ્લા બે વર્ષ થી વિદેશ માં જઈ વસવાટ કર્યો છે.

આમ,10 જેટલા ગેરહાજર જ રહેતા પ્રાથમિક શિક્ષકો માંથી 5 શિક્ષકો વિદેશ પહોંચી ગયા છે અને બાકી ના 5 શિક્ષકો બિમારી જેવી બાબતો ને લઈ એક વર્ષ થી ફરજ ઉપર આવ્યા જ નથી..ત્યારે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ ગેરહાજર રહેતા શિક્ષકો મુદ્દે સ્પષ્ટતા કરી છે અને ગેરહાજર રહેતા શિક્ષકોને કારણ દર્શક નોટિસો ફટકારવાની સાથે વધુ તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ડમી શિક્ષક નું પણ મોટું દૂષણ ચાલે છે. ગેરહાજર રહેતા શિક્ષકોની તપાસમાં ડમી શિક્ષકો નો કાંડ બહાર આવવા ની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ

આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત

આ પણ વાંચો: કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે