Online Order/ ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરનારાઓ ચેતો, દસ વર્ષની બાળકીનું કેક ખાતા મોત

જો તમે બર્થડે કે બીજા કોઈ નાના પ્રસંગ માટે ઘરે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતાં હોય તો ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન કેક ઓર્ડર કરવામાં આવ્યા પછી તે કેક ખાનારી દસ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 31T130948.639 ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરનારાઓ ચેતો, દસ વર્ષની બાળકીનું કેક ખાતા મોત

પતિયાલાઃ જો તમે બર્થડે કે બીજા કોઈ નાના પ્રસંગ માટે ઘરે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતાં હોય તો ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન કેક ઓર્ડર કરવામાં આવ્યા પછી તે કેક ખાનારી દસ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે.

પંજાબના પતિયાલા ખાતેના બનેલા કિસ્સામાં બર્થ કેક ખાનારી દસ વર્ષની બાળકીનું મોત થયું હોવાના દાવો કુટુંબે કર્યો છે. આ કેક ઓનલાઇન ઓર્ડર કરવામાં આવી હતી. મૃત્યુના થોડા કલાકો પહેલા આ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેમા બાળકી પોતાનો જન્મદિવસ ઉજવતી વખતે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

આ જ બાળકી કેક ખાધા પછી તબિયત બગડતા ગણતરીના કલાકોમાં મોતને ભેટી હતી. તેના લીધે સમગ્ર કુટુંબ સ્તબ્ધ છે. કેક ખાધાના કલાકોમાં તેનું શરીર ઠંડુ પડી ગયું હતું. તેને હોસ્પિટલ લઈ જતા ખબર પડી કે તે હવે જીવિત નથી.

આ કેસમાં પોલીસનું કહેવું છે કે તેઓ તપાસ કરશે કે આ કેક ક્યાંથી આવી. બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે કુટુંબના નિવેદનના આધારે એફઆઇઆર અને ફૂડ પોઇઝનિંગનો કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે કેક ક્યાંથી આવી હતી તેની તપાસ જારી છે, તેના પછી કાર્યવાહી કરવામાં આવશે.

આ વિડીયોમાં છોકરીના દાદા કહે છે કે કેક ઓનલાઇન ઓર્ડર કરવામાં આવી હતી. સાંજે આવેલી કેક સાત વાગ્યે ખાવામાં આવી હતી. કેક ખાધા પછી ઘરના બધાની તબિયત બગડી. માથુ ભારે લાગતુ હતુ, બે નાની છોકરીઓએ પણ કેક ખાધી હતી. તેમા દસ વર્ષની બાળકીનો જન્મદિવસ હતો અને બીજી આઠ વર્ષની હતી. નાનીને પણ ઘણી ઉલ્ટી થઈ છે અને તેની તબિયત હજી પણ નાજુક છે.

દસ વર્ષની માનવીના મોઢામાંથી ફીણ નીકળ્યું તો અમને લાગ્યું કે સામાન્ય ઉલ્ટી છે. પછી તે સૂઈ ગઈ. પછી તે ઉઠી અને તેણે પાણી માંગ્યું. તેણે કહ્યું કે તેનું ગળું સૂકાઈ રહ્યું છે તેને ખૂબ જ તરસ લાગી છે. પાણી પી તે સૂઈ ગઈ. સવારે ચાર વાગ્યે જોયું તો તેનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. અમે તેને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં ડોક્ટરોએ તેના માટે ઓક્સિજનની વ્યવસ્થા કરી પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ

આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના