Not Set/ કેન્દ્ર સરકારના 100 દિવસ, અર્થતંત્ર ઠેર નું ઠેર, બેરોજગારીનું સ્તર વધ્યું : કપિલ સિબ્બલ

કેન્દ્ર સરકારના 100 દિવસ પૂરા થવા પર કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે વડા પ્રધાન હજી પણ માનતા નથી કે અર્થતંત્રમાં મંદીનું કારણ ડિમોનેટાઇઝેશન બની ગયું છે. કપિલ સિબ્બલે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. બેરોજગારીનું સ્તર વધ્યું છે. પરંતુ આ સરકારમાં ઘમંડ […]

Top Stories India
કપિલ કેન્દ્ર સરકારના 100 દિવસ, અર્થતંત્ર ઠેર નું ઠેર, બેરોજગારીનું સ્તર વધ્યું : કપિલ સિબ્બલ

કેન્દ્ર સરકારના 100 દિવસ પૂરા થવા પર કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે વડા પ્રધાન હજી પણ માનતા નથી કે અર્થતંત્રમાં મંદીનું કારણ ડિમોનેટાઇઝેશન બની ગયું છે.

કપિલ સિબ્બલે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. બેરોજગારીનું સ્તર વધ્યું છે. પરંતુ આ સરકારમાં ઘમંડ છે. સિબ્બલે કહ્યું કે સ્મૃતિ ઈરાની કહેતી હતી કે આપણા વડા પ્રધાન શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી છે. વડા પ્રધાને જણાવવું જોઈએ કે અર્થવ્યવસ્થાની સ્થિતિ શું છે.

મંદીનો ઉલ્લેખ કરતાં સિબ્બલે કહ્યું કે ઓટો-મોબાઇલ ક્ષેત્ર સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યું છે અને સરકાર કહે છે કે આપણી અર્થવ્યવસ્થા યુએસ અને ચીન કરતા વધુ સારી કામગીરી કરી રહી છે. સમસ્યાઓનું સમાધાન તેને સ્વીકારવાની સાથે આવે છે, જેમાં આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે.

સિબ્બલે ખ્યું હતું કે, વડા પ્રધાન મોદી આજે શા માટે જીડીપી પાંચ ટકા છે તે તો જરા સમજાવો. ઓટો ઉદ્યોગમાં 3.50 લાખ કામદારોએ નોકરી ગુમાવી દીધી છે. ઓટો સેક્ટરમાં 300 ડીલરશીપ સમાપ્ત થઈ છે. વિગેરે ઉદાહરણો સાથે સિબલ્લે મોદી સરકાર ની 100 દિવસની કામગીરી પર પ્રશ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન….. પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.