ગુજરાત/ જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં

જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં છે. દલિતના માર મારવાના મામલે ગોંડલના લોકો રોષે ભરાયા હતા.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 15T112253.463 જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં

Junagadh News : જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં છે. દલિતના માર મારવાના મામલે ગોંડલના લોકો રોષે ભરાયા હતા. જેના બાદ પોલીસે કાર્યવાહી કરતા ગણેશ જાડેજાની પુછપરછ કર્યા બાદ ધરપકડ કરી. ગણેશ જાડેજા ગોંડલનાં ભાજપનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે.

દલિત યુવાનને માર મારવાના કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં સામે આવ્યું છે કે 2 ખોટા આરોપી રજૂ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ફરિયાદી સંજય સોલંકીએ SPને અરજી કરી. જેના બાદ તપાસ પ્રક્રિયામાં ઓળખ પરેડમાં ડમી આરોપીઓને ઓળખી બતાવ્યા. ફરિયાદીએ અરજીમાં ફોટો સાથે નામ દર્શાવી ઓળખી બતાવ્યા. ખોટા આરોપીની માહિતી તેમને સોશીયલ મીડિયામાંથી મેળવી હોવાનું જણાવ્યું.

જણાવી દઈએ કે 31મી મેના દિવસે જૂનાગઢમાં સંજય સોલંકી નામના દલિત યુવાન પર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને અન્ય લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દલિત પર હુમલાને લઈને ગણેશ જાડેજા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં વધુ રસ ના દાખવતા લોકો રોષે ભરાયા હતા અને દલિત સમાજે જુનાગઢથી ગોંડલ રેલી કાઢી હતી.  પીડીત યુવાન સંજય સોલંકીએ મુખ્ય આરોપી તરીકે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 10 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચીસો પાડતા બાળકો સાથે કેવી રીતે વર્તશો

આ પણ વાંચો: તમારા પિતા સાથેના સંબંધો પાર્ટનરની પસંદગીમાં પાયારૂપ નીવડે છે!?

આ પણ વાંચો: બાળકો જૂઠ બોલે છે? કેવી રીતે આદતો સુધારશો