Not Set/ ગુડસ ટ્રેન ની ટક્કર થી 11 ગાયોના કરૂણ મોત, 4 ગાયો ઇજાગ્રસ્ત

ઘટના સ્થળ પર કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં ચાર ગાયોનો આબાદ બચાવ થયો છે.  ઈજાગ્રસ્ત ગાયોને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે મૃતક ગાયોના મૃતદેહોને નજીકમાં જ ખાડો ખોદી અને તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

Gujarat Others
zinga farm 14 ગુડસ ટ્રેન ની ટક્કર થી 11 ગાયોના કરૂણ મોત, 4 ગાયો ઇજાગ્રસ્ત
  • જિલ્લાના જોરાવાસણ રેલવે સ્ટેશન નજીકની ઘટના
  • પુરઝડપે પસાર થતી ગુડસ ટ્રેન એ ટ્રેક પર આવી પડેલી 14 ગાયોને લીધી અડફેટે
  • જીવ દયા પ્રેમી સંસ્થાના સ્વયંસેવકો સ્થળ પર દોડી આવ્યા
  • ઇજાગ્રસ્ત ગાયોને સારવાર માટે ખસેડાઇ
  • મૃતક ગાયોના મૃતદેહને રેલવે ટ્રેક નજીક જ ખાડો ખોદી અંતિમ ક્રિયા કરાઈ
  • એકસાથે 11 ગાયોના કરૂણ મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ

વલસાડ જિલ્લાના જોરાવાસણ રેલવે સ્ટેશન નજીક ગુડસ ટ્રેનની અડફેટથી 11 ગાયોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ  છે. ઘટનાની જાણ થતા જ જીવદયાપ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જેમાં કેટલીક ગાયો ગાભણી પણ હતી. આથી ગાયોના મૃતદેહમાંથી ગર્ભ પણ બહાર નીકળી આવ્યો હતો.

ઘટના સ્થળ પર કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં ચાર ગાયોનો આબાદ બચાવ થયો છે.  ઈજાગ્રસ્ત ગાયોને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે મૃતક ગાયોના મૃતદેહોને નજીકમાં જ ખાડો ખોદી અને તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના જોરાવાસણા અને નવસારી જિલ્લાના બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર એક ગુડસ ટ્રેન પુર ઝડપે પસાર થઇ રહી હતી. એ વખતે જ રેલવે ટ્રેક નજીક જ ચારો ચરવા આવેલી 14થી વધુ ગાયો રેલવે ટ્રેક પર આવી ચડી હતી. રેલવે ટ્રેક પર ગાયો આવી જતા ટ્રેક પરથી પસાર થતી ટ્રેનની જોરદાર ટક્કર વાગી હતી. જેના કારણે 14 ગાયો રેલવે ટ્રેકની આજુબાજુ દૂર દૂર સુધી ફંગોળાઇ હતી. ગંભીર રીતે ઈજા થતાં 11 ગાયોનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજયું હતું.

11 ગાયોના કમકમાટી ભર્યા મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ સહિતના આસપાસના લોકો સ્થળ પર પહોંચ્યા હતા.