મોતની માંગ/ ગ્વાલિયરમાં એક જ પરિવારના 11 સભ્યોએ કરી ઈચ્છા મૃત્યુંની માંગ, હેરાન કરી દેનારૂં કારણ…

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જ પરિવારના 11 સભ્યોએ ઈચ્છામૃત્યુની માંગણી કરી છે.

Top Stories India
gwalior

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જ પરિવારના 11 સભ્યોએ ઈચ્છામૃત્યુની માંગણી કરી છે. પરિવારે આ અંગે રાષ્ટ્રપતિને સંબોધીને પત્ર પણ લખ્યો છે. મામલો ગ્વાલિયર જિલ્લાના ઘાટીગાંવ તાલુકાના વીરબલી ગામનો છે. પરિવારનું કહેવું છે કે, દબંગો તેમની જમીન પર કબજો કરવા માગે છે અને તેમનું જીવન મુશ્કેલ બની ગયું છે.

જમીન પર કરી રહ્યાં છે પ્લોટીંગ
પરિવારનો આરોપ છે કે જીતેન્દ્ર અગ્રવાલ અને વિજય કકવાણી નામના દબંગોએ તેમને હેરાન કર્યા છે. આ લોકો પરિવારની 1.2 વીઘા જમીન પર બળજબરીથી કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીડિત પરિવારના વડા સાબીર ખાનનું કહેવું છે કે સર્વે નંબર 1584, આ જમીન તેમના નામે છે. પરંતુ દબદબો ધરાવતા લોકો અમારી પૈતૃક જમીન પર કબજો કરીને વસાહત બનાવવા જઈ રહ્યા છે. અસામાજિક તત્વો આ પરિવારના પ્લોટ પર દબાણ કરીને અન્ય લોકોને વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પરિવારને આપી જાનથી મારી નાખવાની ધમકી
પરિવારના સભ્યોએ અસામાજીકતત્વોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ ઉલટું તેમને જીવથી મારી નાખવાની ધમકી આપે છે. પરિવારના જણાવ્યા અનુસાર વિવાદિત જમીનના સીમાંકન માટે બે મહિના પહેલા તાલુકા અધિકારીને અરજી કરવામાં આવી હતી. હજુ પણ તાલુકા કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવારે મહેસૂલ વિભાગ પર પણ મિલીભગતનો આરોપ લગાવ્યો છે.

જમીન એકમાત્ર પરીવારનો સહારો
આ પરિવારનું કહેવું છે કે, તેમના જીવનનિર્વાહ માટે આજ માત્ર જમીન છે. જો જમીન તેમની પાસેથી છીનવી લેવાશે તો પરિવારના તમામ સભ્યોને આત્મહત્યા કરવાનો વારો આવશે. આ સાથે આ પરિવારના સભ્ય જીતેન્દ્ર અગ્રવાલે પોતાની અને પરિવારની સુરક્ષા માટેની પણ સરકારને વિનંતી કરી છે. રાષ્ટ્રપતિના નામે લખેલા તેમના આવેદનને કલેક્ટર કચેરી અને એસપી કચેરીને આપવામાં આવ્યું છે. આ મામલાને લઈને એસપી અમિત સાંઘીએ જણાવ્યું હતું કે, આ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. જમીન કોના નામે છે, તે અંગે મહેસૂલ વિભાગ અધિકારીઓને પત્ર લખી રહ્યું છે.

આ પણ વાંચો: હાથમાં ત્રિરંગો લઈને રાજસ્થાનથી પગપાળા મુંબઈ જવા રવાના થયો આ વ્યક્તિ, મુકેશ અંબાણીને મળવાની ઈચ્છા, જાણો કેમ

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલની જાહેરાત, હવે દિલ્હીમાં ઈ-સાયકલ ખરીદવા માટે સબસિડી થશે ઉપલબ્ધ