ગોંડલ/ અંડરબ્રિજમાં બસ અથડાતા કંડકટર સહીત 11 મુસાફર ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા

મળતી માહિતી મુજબ મુજબ સાંજે પોણા ચાર ના સુમારે ડીસા થી જુનાગઢ જઈ રહેલી જુનાગઢ ડેપો ની બસ ગોંડલ આશાપુરા અંડર બ્રીજ મા દિવાલ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં 11 લોકોને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

Gujarat
Untitled 16 6 અંડરબ્રિજમાં બસ અથડાતા કંડકટર સહીત 11 મુસાફર ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા

   ગુજરાત આમ તો વિકસિત  બધી રીતે જોવા મળી  રહ્યું છે.  અનેક  બ્રિજો,  બગીચા,  જેવી સુવિધાઓ અનેક શહેરોમાં વિકસાવવામાં આવી છે  ત્યારે  ઘણી વાર આ સુવિધા ને બદલે દુવિધારુપ સાબીત બનેલા આશાપુરા અંડર બ્રીજ મા જામેલા કીચડ મા સ્લીપ થયેલી એસટી બસ દિવાલ સાથે અથડાતા ડ્રાઇવર કંડકટર સહિત અગીયાર મુસાફરો ને ઇજા પહોંચતા સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવ ના પગલે એસટી તંત્ર ના અધિકારીઓ અંડર બ્રીજ દોડી ગયા હતા.અને જોખમી અંડર બ્રીજ અંગે વિભાગીય નિયામક ને વાકેફ કર્યા હતા.

આ પણ વાંચો ;ગુજરાત / રાજકોટમાં ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધતાં આરોગ્ય તંત્ર કામે લાગ્યું…….

મળતી માહિતી મુજબ મુજબ સાંજે પોણા ચાર ના સુમારે ડીસા થી જુનાગઢ જઈ રહેલી જુનાગઢ ડેપો ની બસ ગોંડલ આશાપુરા અંડર બ્રીજ મા દિવાલ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં 11 લોકોને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

આ પણ વાંચો ;Crime / MLAને અપમાનિત કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં કરાઇ પોસ્ટ, અજાણ્ય શખ્સ વિરૂધ નોંધાઈ ફરિયાદ

મહતવનું છે  કે બસ અંડર બ્રીજ મા પ્રવેશી ત્યારે આગળ જતા વાહન ચાલકે બ્રેક મારતા બસ ડ્રાઇવરે પણ બ્રેક મારી હતી.પરંતુ બ્રીજ મા પાણી અને કીચડ જામેલા હોય બસ સ્લીપ થઈ દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.આશાપુરા ફાટક પર ઉંદર ના ભોણ સમા બનેલા અંડર બ્રીજ સામે શરુઆત થી જ સવાલો ઉઠી રહયા છે.અંડર બ્રીજ મા આવેલી ગોળાઇ જોખમી બનશે તેવા અનુમાનો પણ થઈ રહ્યા હતા.અધુરા મા પુરુ હોય બ્રીજ નીચે સતત પાણી ભરાયેલુ રહેતુ હોય શેવાળ અને કીચડ જામ્યા હોય વાહન ચાલકો લપસી પડવા ના બનાવો છાસવારે બની રહ્યા છે.