Not Set/ મધ્ય પ્રદેશમાં મોતિયાનાં ઓપરેશન બાદ 11 દર્દીઓએ ગુમાવી દ્રષ્ટિ

મધ્યપ્રદેશનાં ઇન્દોરમાં આંખ ફોડવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, અહી મોતિયાનાં ઓપરેશન બાદ 11 દર્દીઓએ પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે. સરકારે આ કેસમાં તપાસનાં આદેશ આપ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેશનલ બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન પ્રોગ્રામ અંતર્ગત ઈંદોર આઈ હોસ્પિટલમાં 8 ઓગષ્ટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓનું ઓપરેશન કરાયું હતું, ત્યારબાદ […]

India
eye hospital મધ્ય પ્રદેશમાં મોતિયાનાં ઓપરેશન બાદ 11 દર્દીઓએ ગુમાવી દ્રષ્ટિ

મધ્યપ્રદેશનાં ઇન્દોરમાં આંખ ફોડવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, અહી મોતિયાનાં ઓપરેશન બાદ 11 દર્દીઓએ પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે. સરકારે આ કેસમાં તપાસનાં આદેશ આપ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેશનલ બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન પ્રોગ્રામ અંતર્ગત ઈંદોર આઈ હોસ્પિટલમાં 8 ઓગષ્ટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓનું ઓપરેશન કરાયું હતું, ત્યારબાદ દવા આંખમાં નાખવામાં આવી હતી, જેના કારણે ચેપ લાગ્યો હતો અને ધીમે ધીમે તે દર્દીઓ આંખોની રોશની ગુમાવી બેઠા હતા. દર્દીઓએ આંખોમાં ચેપ હોવાનું કહ્યું, ઘણા દર્દીઓએ કહ્યું કે ડોકટરો દ્વારા આંખો જોયા પછી, તેઓ ફક્ત કાળો પડછાયો જોઈ શકશે. તપાસ બાદ ડોક્ટરોએ પણ કબૂલ્યું હતું કે, દર્દીઓની આંખોમાં ચેપ લાગ્યો હતો, પરંતુ આ માટે કોઈ કારણ આપી શક્યા નહીં.

આ હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય વિભાગે હોસ્પિટલની OT ને સીલ કરી દીધી છે. આરોગ્ય પ્રધાન તુલસી સિલાવતે શનિવારે બનેલી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આરોગ્યમંત્રીએ સ્વીકાર્યું છે કે આઈ હોસ્પિટલમાં ઓપરેશન બાદ 11 દર્દીઓની આંખોની રોશની ઉડી ગઈ છે. આ દર્દીઓની દૃષ્ટિ ફરી લાવવા ચેન્નાઈથી ચિકિત્સકોને બોલાવવામાં આવી રહ્યા છે.

આરોગ્ય પ્રધાનની સુચના પર, આ સમગ્ર મામલાની તપાસ ઇન્દોર કમિશનરની અધ્યક્ષતાવાળી સાત સભ્યોની સમિતિ દ્વારા કરવામાં આવશે, જેમાં ઈન્દોર કલેક્ટર સહિત આરોગ્ય વિભાગનાં અધિકારીઓ શામેલ છે. આરોગ્યમંત્રીએ કહ્યું છે કે, હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ થવાની સાથે પીડિત પરિવારને તાત્કાલિક રૂપિયા 20 હજારની સહાય આપવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રી કમલનાથે પણ આખા મામલાની નોંધ લીધી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010 માં લગભગ 20 લોકોએ આ જ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ આંખની રોશની ગુમાવી હતી. આ વખતે ફરીથી હોસ્પિટલમાં કેમ્પ ગોઠવાયો હતો, અને તે પછી તેમની આંખોમાં ચેપ લાગ્યો હતો અને દર્દીઓએ તેમની દ્રષ્ટિ ગુમાવી હતી. હોસ્પિટલનાં દર્દીઓ કહે છે કે, ઓપરેશન બાદ તેમની આંખોની રોશની ધીરે ધીરે જતી રહી હતી અને હજુ સુધી ડોકટરો પણ આ વિશે કશું જ બોલી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.