Accident/ મધ્યપ્રદેશના બેતુલમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 11 લોકોના ઘટનાસ્થળે મોત

મધ્યપ્રદેશના બેતુલના ઝાલ્લર પોલીસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં બસ અને કાર વચ્ચે અકસ્માત થતા  11 લોકોના મોત થયા છે.

Top Stories India
6 4 મધ્યપ્રદેશના બેતુલમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 11 લોકોના ઘટનાસ્થળે મોત

મધ્યપ્રદેશના બેતુલના ઝાલ્લર પોલીસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં બસ અને કાર વચ્ચે અકસ્માત થતા  11 લોકોના મોત થયા છે.  એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બેતુલના એસપી સિમલા પ્રસાદે આ અકસ્માતની માહિતી આપી છે. ઘટનાની જાણ થતા ઝાલર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને વાહનોનો કબજો મેળવ્યો હતો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.દુર્ઘટના વિશે માહિતી આપતા બેતુલના એસપી સિમલા પ્રસાદે કહ્યું કે ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત કાર્ય શરૂ કર્યું.

 

 

ઉલ્લેખનીય છે કે પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત મામલે એસપીએ કહ્યું કે મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કારમાં બેઠેલા મોટાભાગના લોકોનો મોત નિપજ્યા છે.