Not Set/ બિહારમાં ગરમીથી લોકો ત્રાહિમામ, લૂ લાગવાથી અત્યાર સુધીમાં 112 લોકોનાં મોત

સમગ્ર દેશમાં ગરમીનાં કારણે લોકો હેરાન પરેશાન થઇ જતા તમે જોયા હશે. હાલમાં ઉત્તર-પૂર્વ ભારતની વાત કરીએ તો બિહારમાં તાજેતરમાં ભીષણ ગરમી પડી રહી છે. જેના કારણે લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે. મળી રહેલી માહિતી મુજબ ગરમી અને લૂ લાગવાના કારણે અત્યાર સુધીમાં ૧૧૨ લોકોનાં મોત થયા છે. હજુ પણ સેંકડો લોકો હોસ્પિટલમાં સારવાર […]

India Lifestyle
heatwave 759 2 બિહારમાં ગરમીથી લોકો ત્રાહિમામ, લૂ લાગવાથી અત્યાર સુધીમાં 112 લોકોનાં મોત

સમગ્ર દેશમાં ગરમીનાં કારણે લોકો હેરાન પરેશાન થઇ જતા તમે જોયા હશે. હાલમાં ઉત્તર-પૂર્વ ભારતની વાત કરીએ તો બિહારમાં તાજેતરમાં ભીષણ ગરમી પડી રહી છે. જેના કારણે લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે. મળી રહેલી માહિતી મુજબ ગરમી અને લૂ લાગવાના કારણે અત્યાર સુધીમાં ૧૧૨ લોકોનાં મોત થયા છે.

હજુ પણ સેંકડો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૌથી વધારે મોત ઔરંગાબાદ, નવાદા, પટણા, પૂર્વીય બિહાર, રોહતાસ, જેહાનાબાદ અને ભોજપુરમાં થયા છે. લૂ લાગવાના કારણે છેલ્લા બે દિવસમાં ૧૭૩ લોકોનાં મોત થઇ ગયા છે. ગયા, નવાદા, ઔરંગાબાદમાં હાલમાં જુદી જુદી હોસ્પિટલમાં ૩૦૦ બાળકો સારવાર હેઠળ છે. નવા દર્દીઓ સપાટી પર આવ્યા બાદ દર્દીઓનાં બિમાર થવાનો સિલસિલો જારી રહ્યો છે. એકલા ગયા જિલ્લાની વાત કરીએ તો ગઇકાલે રવિવારનાં દિવસે ૨૮ લોકોનાં મોત થયા હતા. એમ કહેવામાં આવે છે કે લૂ લાગવાના કારણે મૃત્યુ પામનારમાં મોટા ભાગનાં લોકો ૬૦ વર્ષથી ઉપરની વયનાં છે. આટલી મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા બાદ સરકાર હચમચી ઉઠી છે. બિહાર સરકારે તમામ પ્રભાવિત જિલ્લામાં દર્દીઓની સારવાર માટે વધારાની સંખ્યામાં તબીબો ગોઠવી દીધા છે. જો કે હાલત હજુ ખરાબ થયેલી છે. સ્થિતીમાં તુરંત સુધારાની શક્યતા દેખાતી રહી નથી.

તાજા જાણકારી મુજબ બિહારમાં ગરમીનાં કારણે તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. માત્ર ઔરંગાબાદની વાત કરીએ તો અહી 47 લોકોનાં મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે અહી ગરમીનાં કારણે કલમ 144 લાગુ કરી દેેવામાં આવી છે. સાથે જ જિલ્લામાં નિર્માણ કાર્યો, મનરેગાનાં કામ અને ખુલા આકાશમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી રોક લગાવી દેવામાં આવી છે. અહી પહેલી વખત એવુ જોવામાં આવ્યુ છે કે, વાતાવરણનાં કારણે કલમ 144 લાગુ કરવામાં આવી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.