Junagadh News/ જૂનાગઢ શહેર અને ગિરનાર પર 12-12 ઇંચ વરસાદ, તંત્ર એકશનમાં

જૂનાગઢમાં મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર 12-12 ઇંચ વરસાદ પડ્યો છે. પ્રથમ વખત ગીરનાર પર વરસાદની નોંધણી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ રાણાવસીયાએ માહિતી આપી હતી કે જૂનાગઢમાં ત્રાટકેલો વરસાદ મેઘમહેરમાંથી મેઘકહેરમાં રૂપાંતર ન પામે તે જોવા માટે તંત્ર એકશનમાં આવી ગયું છે.

Gujarat Rajkot Others
Beginners guide to 90 જૂનાગઢ શહેર અને ગિરનાર પર 12-12 ઇંચ વરસાદ, તંત્ર એકશનમાં

Junagadh News: જૂનાગઢમાં મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર 12-12 ઇંચ વરસાદ પડ્યો છે. પ્રથમ વખત ગીરનાર પર વરસાદની નોંધણી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ રાણાવસીયાએ માહિતી આપી હતી કે જૂનાગઢમાં ત્રાટકેલો વરસાદ મેઘમહેરમાંથી મેઘકહેરમાં રૂપાંતર ન પામે તે જોવા માટે તંત્ર એકશનમાં આવી ગયું છે.

જૂનાગઢ જિલ્લામાં સ્ટેટ અને ગ્રામીણ વિસ્તારના 50 રસ્તાઓ ભારે વરસાદના લીધે ધોવાઈ ગયા છે અને તે રીતસર બંધ થઈ ગયા છે. તેના પર અવરજવર થી શકે તેવી સ્થિતિ જ નથી. જિલ્લાના 33 ગામ ભારે વરસાદના લીધે સંપર્ક વિહોણા છે. સૌથી વધુ માણાવદર તાલુકાના 15 ગામ સંપર્ક વિહોણા છે. માંગરોળના 11 અને કેશોદ તાલુકાના સાત ગામ સંપર્ક વિહોણા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના 17 ડેમમાંથી ચાર ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જિલ્લામાં હજી પણ ઓરેન્જ એલર્ટ છે. જૂનાગઢ શહેરમાં કુલ 400થી 350 ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી.

જૂનાગઢમાં જ જુઓ તો વંથલીમાં 24 કલાકમાં 15 ઇંચ તો વિસાવદરમાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ત્રાટક્યો છે. આમ આખુ જૂનાગઢ પાણી-પાણી છે. જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. મેંઘો મન મુકીને વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વિસાવદર, વંથલી, જૂનાગઢ તાલુકો અને શહેરમાં પડ્યો હતો. જૂનાગઢમાં અતિ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં બેટ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થઈ ગયા હતા.

જુનાગઢ માળીયાહાટીનામાં સાંજે 6 થી 9 વાગ્યા સુધી માં કુલ 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માંગરોળ પંથકમાં જળબંબાકાર થયો હતો. ઓઝત નદીના પાળો તુટતા માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમા ફેરવાયા ઘેડ પંથકના ગામોમાં વીજળી ગુલ થઈ હતી.

માંગરોળ કામનાથ મહાદેવ નજીક નોળી નદીમા પુરની સ્થિતિ સર્જાઈ હતી.વરસાદને લઈને સ્ટેશન પ્લોટ વિસ્તાર, પુનાપરા,  માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, લલ્લુ કોલોની, તેમજ રેલ્વે સ્ટેશન થી ગામ તરફ જતા રસ્તામાં પાણીના દ્રશ્યો સામે આવ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બારડોલીમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ ખંભાળિયા અને માણાવદરમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીમાં 8 ઈંચ, કલ્યાણપુર અને જલાલપોરમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત