હળવદ/ તોતિંગ ટ્રક ઘેટા ઉપર ફરી વળતા 12 ઘેટાના મોત : માલધારી પરિવાર ઉપર આફત

કચ્છથી અમદાવાદ તરફ વાંઢે જઈ રહેલા કચ્છના રબારી પરિવારના ઘેટા બકરાના સમૂહ ઉપર હળવદના ટીકર(રણ) ગામની ચોકડી પાસે આજે મંગળવારે બપોરના સમયે તોતિંગ ટ્રક ફરી વળ્યું હતું.

Top Stories Gujarat Others
Untitled 22 1 તોતિંગ ટ્રક ઘેટા ઉપર ફરી વળતા 12 ઘેટાના મોત : માલધારી પરિવાર ઉપર આફત

કચ્છથી અમદાવાદ તરફ વાંઢે જઈ રહેલા કચ્છના રબારી પરિવારના ઘેટા બકરાના સમૂહ ઉપર હળવદના ટીકર(રણ) ગામની ચોકડી પાસે આજે મંગળવારે બપોરના સમયે તોતિંગ ટ્રક ફરી વળ્યું હતું. જેમાં 12 જેટલા ઘેટાનું ટ્રક હેઠળ કચડાઈ જતા મોત નિપજયુ હતું. જેને લઈ માલધારી પરિવાર ઉપર આફતના ઓળા ઉતરી આવ્યા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં રહેતા સાજણભાઈ ખેતાભાઇ કરોતરા (રબારી)પોતાના ઘેટા બકરા સહિતના માલ-ઢોર સાથે અમદાવાદ તરફ વાંઢે જઈ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના ટીકર (રણ ) ચોકડી પાસે હિટાચી ભરેલ ટ્રકે ઘેંટાના સમૂહ ઉપર ફરી વળતા 12 જેટલા ઘેટાનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

વધુમાં આ કરુણ ઘટનાની જાણ થતાં ટિકર ગામના અગ્રણી ધર્મેન્દ્રભાઈ એરવાડીયા સહિતના જીવદયા પ્રેમીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હાલ પશુ ડોકટરને બોલાવી ઇજાગ્રસ્ત થયેલ ઘેંટાઓની સારવાર કરવામાં આવી રહી છે સ સાથે જ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળે છે.

Life Management / ભિખારીએ શેઠ પાસે પૈસા માંગ્યા, શેઠે કહ્યું, “બદલામાં તમે મને શું આપશો? આ સાંભળીને ભિખારીએ શું કર્યું?

અનોખી હોળી / બરસાનામાં રમાય છે લઠ્ઠમાર હોળી, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા, જાણો છો આ ખાસ વાતો?

આસ્થા / 15 માર્ચથી 14 એપ્રિલ સુધી સૂર્ય મીન રાશિમાં રહેશે, તમારા અંગત જીવન પર કેવી અસર પડશે, જાણો