Not Set/ વડોદરા: મચ્છરજન્ય રોગચાળો વકરતાં તંત્રમાં દોડધામ, ડેન્ગ્યુના કુલ 121 કેસો નોંધાયા

વડોદરા, વડોદરામાં વાદળછાયા વાતાવરણના કારણે રોગચાળો વકર્યો છે. આ સાથે જ મચ્છર જન્ય રોગચાળામાં વધારો થઇ રહ્યો છે. ચોમાસા પહેલા કોર્પોરેશન દ્વારા પ્રી મોનસુન એક્શન પ્લાન અતર્ગત રોગચાળો ન વકરે તે માટે પ્લાન બનાવામા આવે છે પણ તે પણ સફળ થતો નથી. શહેરમાં મચ્છર જન્ય  રોગની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડાકીય માહિતી પ્રમાણે […]

Top Stories Vadodara Videos
b275b658 0022 4b53 a9a3 58f56ddb38b8 10 વડોદરા: મચ્છરજન્ય રોગચાળો વકરતાં તંત્રમાં દોડધામ, ડેન્ગ્યુના કુલ 121 કેસો નોંધાયા

વડોદરા,

વડોદરામાં વાદળછાયા વાતાવરણના કારણે રોગચાળો વકર્યો છે. આ સાથે જ મચ્છર જન્ય રોગચાળામાં વધારો થઇ રહ્યો છે. ચોમાસા પહેલા કોર્પોરેશન દ્વારા પ્રી મોનસુન એક્શન પ્લાન અતર્ગત રોગચાળો ન વકરે તે માટે પ્લાન બનાવામા આવે છે પણ તે પણ સફળ થતો નથી.

શહેરમાં મચ્છર જન્ય  રોગની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડાકીય માહિતી પ્રમાણે નજર કરીએ ડેન્ગ્યુના સીઝનના કુલ 121 કેસો નોંધાયા છે. ચાલુ મહિને 7 કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

આરોગ્ય વિભાગે ભીડ ભાળ વાળી સરકારી કચેરીઓમાં મચ્છરોના બ્રિડીગ અંગે હાથ તપાસ હાથધરી હતી. સ્પ્રે, ફોગીગ અને ક્લોરીનેશનની કામગીરી કરાઈ હતી.