Not Set/ ભારતમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો/ ભ્રષ્ટ દેશોની રેન્કિંગના ક્રમમાં ત્રણ સ્થાનનો સુધારો

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે. જી બિલકુલ તમે સાચું જ સાંભળ્યું છે. ભ્રષ્ટ દેશોની રેન્કિંગમાં ભારતના ક્રમમાં ત્રણ સ્થાનનો સુધારો આવ્યો છે. જોકે 180 ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારતનો નવો ક્રમ 79મો આવ્યો છે. ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારતનો ક્રમ સુધર્યો 180 દેશો ભ્રષ્ટ દેશોમાં ભારત 79મા સ્થાને ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલની વર્તમાન ભ્રષ્ટ દેશોની યાદીમાં […]

Top Stories
images 17 ભારતમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો/ ભ્રષ્ટ દેશોની રેન્કિંગના ક્રમમાં ત્રણ સ્થાનનો સુધારો

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે. જી બિલકુલ તમે સાચું જ સાંભળ્યું છે. ભ્રષ્ટ દેશોની રેન્કિંગમાં ભારતના ક્રમમાં ત્રણ સ્થાનનો સુધારો આવ્યો છે. જોકે 180 ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારતનો નવો ક્રમ 79મો આવ્યો છે.

download ભારતમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો/ ભ્રષ્ટ દેશોની રેન્કિંગના ક્રમમાં ત્રણ સ્થાનનો સુધારો

ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો

ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારતનો ક્રમ સુધર્યો

180 દેશો ભ્રષ્ટ દેશોમાં ભારત 79મા સ્થાને

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલની વર્તમાન ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારતના ક્રમમાં સુધારો જોવા મળ્યો છે. જોકે આ સુધારો થોડો નજીવો જરૂર છે, પરંતુ ગત વર્ષે 56 ટકા ભારતીય નાગરિકોએ સ્વીકાર કર્યો હતો કે લાંચ સિવાય સરકારી કામ થતું નથી. લોકો માને છે કે સરકારી ઓફિસોમાં હજુ ભ્રષ્ટાચાર ઓછો થયો હોય તેવું ખાસ જણાતું નથી. જ્યારે તાજેતરની રેન્કિંગમાં હવે 51 ટકા લોકો માને છે કે સરકારી ઓફિસમાં હજુ પણ લાંચ આપવી પડે છે. આ નજીવા ઘટાડા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે પાસપોર્ટ અને રેલવે રિઝર્વેશનની સુવિધામાં આવેલો સુધારો.

download 34 ભારતમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો/ ભ્રષ્ટ દેશોની રેન્કિંગના ક્રમમાં ત્રણ સ્થાનનો સુધારો

સર્વેમાં 1.90 લાખ લોકો સામેલ

64 ટકા પુરુષ અને 36 ટકા મહિલા

48 ટકા લોકો માને છે કે કોઇ પગલાં નથી લેવાતાં

1.90 લાખ લોકોને સર્વેમાં સામેલ કરાયા હતા. જેમાં 64 ટકા પુરુષ અને 36 ટકા મહિલાઓનો સમાવેશ થતો હતો. જેમાં 48 ટકા લોકોએ માન્યું છે કે રાજ્ય સરકાર કે સ્થાનિક સ્તરે સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર ઘટાડવા માટે કોઇ ખાસ પગલાં લેવાતા નથી. જોકે મોદી સરકાર માટે રાહતની બાબત એ છે કે નોટબંધી બાદ ભ્રષ્ટાચારમાં થોડો ઘટાડો જરૂર જોવા મળ્યો છે.  

લાંચ આપવાના પ્રકાર

  • સીધા કર્મચારીને આપી-35%
  • એજન્ટને આપી- 30%
  • ગિફ્ટ કે અન્ય સ્વરૂપે- 6%
  • એવી જરૂર પડી નહીં- 29%
  • images 1 11 ભારતમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો/ ભ્રષ્ટ દેશોની રેન્કિંગના ક્રમમાં ત્રણ સ્થાનનો સુધારો

ઓછા ભ્રષ્ટ રાજ્યોમાં ગુજરાત,  દિલ્હી, હરિયાણા પશ્ચિમ બંગાળ, કેરળ અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે.  જ્યારે રાજસ્થાન બિહાર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક તામિલનાડુ, ઝારખંડ અને પંજાબનો સૌથી વધુ ભ્રષ્ટ રાજ્યોમાં સમાવેશ થાય છે.

બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.