જમ્મુ-કાશ્મીર/ 72 કલાકમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા, ત્રાલ અને શોપિયાંમાં 7 આતંકવાદીઓ ઠાર

સુરક્ષા દળો દ્વારા છેલ્લા 72 કલાકમાં 12 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ તમામ આતંકવાદીઓ ચાર જુદી જુદી કાર્યવાહીમાં માર્યા ગયા હતા

Top Stories India
sachin vaze 3 72 કલાકમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા, ત્રાલ અને શોપિયાંમાં 7 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીર કાલ ૩૭૦ લાગુ કાર્યને 1 વર્ષથી વધુ સમય થઇ ચુક્યો છે. પરંતુ આજે પણ જમ્મુમાં આતંકી પ્રવૃત્તિ યતાવત જોવા મળી રહી છે. આજે સુરક્ષા દળોને આતંકવાદીઓ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો દ્વારા છેલ્લા 72 કલાકમાં 12 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ તમામ આતંકવાદીઓ ચાર જુદી જુદી કાર્યવાહીમાં માર્યા ગયા હતા. ત્રાલ અને શોપિયાંમાં 7 આતંકવાદીઓ ઠાર માર્યા છે. આ માહિતી જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે આપી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, “બિજબેહરામાં ઓપરેશન પૂરું થઈ ગયું છે. છેલ્લા 72 કલાકમાં ચાર જુદી જુદી કામગીરીમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાં ત્રાલ અને શોપિયાંમાં માર્યા ગયેલા 7 આતંકવાદીઓ, હદીપુરા અને અલબદ્રમાં 3 આતંકવાદી અને હવે 2 આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના બિજબેહરામાં માર્યા ગયા.

શોપિયાં જિલ્લાના હદીપુરા માં અલબદ્રના 3 આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના હદીપુરામાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમની પાસેથી 1 એકે રાઇફલ અને 1 પિસ્તોલ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે પોલીસ અને સુરક્ષા દળોએ નવા ભરતી થયેલા એક આતંકવાદીને શરણાગતિ માટે ખૂબ જ પ્રયાસ કર્યા. તેના માતાપિતાએ પણ અપીલ કરી હતી, પરંતુ અન્ય આતંકવાદીઓએ તેને શરણાગતિ થવા દીધી ન હતી.

શનિવારે સાંજે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ અને શોપિયાં જિલ્લામાં એક પછી એક 2 એન્કાઉન્ટર શરૂ થયાં હતાં. પ્રથમ મુકાબલો દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના હદીપુરા વિસ્તારમાં થયો હતો જ્યારે બીજી મુકાબલો અનંતનાગ જિલ્લાના સેમથન બીજબેહરા વિસ્તારમાં શરૂથયો હતો. આ બંને કામગીરી હવે પૂરી થઈ ગઈ છે.

બંને જગ્યાએ આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ અને સેનાની સંયુક્ત ટીમોએ ઘેરાબંધીની સાથે જ ફાયરિંગ શરૂ કરી દીધી હતી.