Not Set/ ભાવનગર જિલ્લાના વરતેજ ગામમાં કોરોનાથી અત્યાર સુધી 15નાં મોત

કોરોનાથી ગામ઼ાંઓ પ્રભાવિત થઇ રહ્યા છે.વરતેજ ગામમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયાં છે.

Gujarat
corona 4 ભાવનગર જિલ્લાના વરતેજ ગામમાં કોરોનાથી અત્યાર સુધી 15નાં મોત

રાજ્યમાં કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે .બીજા તબ્બકામાં કોરોનાથી વધુ લોકો મરી રહ્યા છે અને સૈાથી મહત્વની બાબત એ છે કે કોરોનાની દસ્તક ગામડામાં જોવા મળી રહી છે. કોરોનાના લીધે  ગામડાઓ વધારે પ્રભાવિત થઇ રહ્યા છે.ભાવનગરના  વરતેજ ગામમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા જિલ્લા કલેક્ટર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી લોકડાઉન કરવામાં આવેલું છે.ગામમાં કોરોનાથી 15 દર્દીઓ મરી ગયા છે.ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પર કોવિડ કેર સેન્ટર ચાલુ કરી દર્દીઓને ગામમાં જ સારવાર આપવામાં આવી રહી છે.

ગામમાં અત્યાર સુધીમાં 15 જેટલા દર્દીઓના મૃત્યુ થઇ ગયા છે. તેમજ સંક્રમણ રોકવા ગામલોકો અને તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ગામમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી તંત્ર દ્વારા ગામમાં જ દર્દીઓને સારવાર મળી રહે તે માટે 15 બેડની સુવિધા યુક્ત કોવિડ કેર સેન્ટર આરોગ્ય કેન્દ્ર ખાતે ઉભું કરી સારવાર કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગામલોકો અને પંચાત દ્વારા પણ સંક્રમણને રોકવા ગામમાં આવેલી તમામ દુકાનો બંધ રાખી કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગામમાં  વધતા કેસોને લઈને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં  આવ્યું છે. ગામમાં અત્યાર સુધીમાં 15 જેટલાં દર્દીના મોત થયા છે પરંતુ પ્રશાસન અને ગામના પ્રયાસોથી હાલમાં કેસો ઘટી રહ્યા છે.