રાહત/ રાજય સરકારના પેન્શનરો માટે હયાતીની ખરાઈની મુદત વધુ એક માસ લંબાવાઈ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

કોરોના મહામારીને ધ્યાને લઈને રાજય સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શન ધારકો માટે હયાતીનું ખરાઈ પ્રમાણપત્રની મુદત વધુ એક માસ માટે લંબાવવામાં આવી છે.

Top Stories Gujarat
a 320 રાજય સરકારના પેન્શનરો માટે હયાતીની ખરાઈની મુદત વધુ એક માસ લંબાવાઈ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

કોરોના મહામારીને ધ્યાને લઈને રાજય સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શન ધારકો માટે હયાતીનું ખરાઈ પ્રમાણપત્રની મુદત વધુ એક માસ માટે લંબાવવામાં આવી છે.

sss 39 રાજય સરકારના પેન્શનરો માટે હયાતીની ખરાઈની મુદત વધુ એક માસ લંબાવાઈ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

તેમણે ઉમેર્યુ કે, નાણાં વિભાગની સ્થાયી જોગવાઇઓ મુજબ રાજ્ય સરકારના તમામ પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઇ મે મહિનાથી શરૂ કરી જુલાઈ મહિના સુધી કરાવવાની હોય છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઇને રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે હયાતીની ખરાઇ વધુ એક માસ એટલે કે ઓગસ્ટ -૨૦૨૧ સુધી લંબાવવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે એટલે હવે પેન્શનરો તેમના હયાતીના ખરાઈ અંગેની પ્રક્રિયા મે -૨૦૨૧ થી ઓગસ્ટ -૨૦૨૧ સુધી કરાવી શકશે તેમ તેમણે ઉમેર્યુ છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  ગત રોજ સાંજે  3255 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7,94,912 પહોંચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  9676 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,22,741 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 62,506 છે.  અત્રે ઉલ્લર્ખ્નીય છે કે રાજ્યમાં આજે ન નવા કેસની સરખામણીએ ડીસ્ચાર્જ  સંખ્યા ત્રણ ગણી વધુ છે. તો સાથે   રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા પણ ઘટતી જઈ રહી છે.