Not Set/ કોરોનાના 15 દર્દીઓ એર એમ્બ્યુલન્સથી શિફટ થયા

કોરોનાના દર્દીઓને એર એમ્બ્યુલન્સમાં શિફટ કરવામાં આવ્યા

Gujarat
abbbbulance કોરોનાના 15 દર્દીઓ એર એમ્બ્યુલન્સથી શિફટ થયા

ગુજરાતમાં કોરોનાએ તાંડવ મચાવ્યો છે.કોરોનાના દર્દીઓને બચાવવા માટે લોકો લાખો રુપિયા ખર્ચી એર એમ્બ્યુલન્સથી અન્ય રાજ્યની હોસ્પિટલમાં શિફટ થઇ રહ્યા છે રાજયમાં કોરોનાની  મહામારીને લીધે  રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓને બેડ પણ નથી મળી રહ્યા એવામાં રાજકોટના 15 જેટલા કોરોનાના દર્દીઓમાં એપ્રિલ અને મેં મહિનામાં એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી અને ચેન્નઈ ખાતે સારવાર લેવા અર્થે શીફ્ટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં દર મહિને એવરેજ 4 દર્દીઓને એર એમ્બ્યુલન્સ મારફતે અન્ય શહેરોમાં શિફ્ટ કરવામાં આવતા હતા પરંતુ કોરોનાની મહામારી વધવાની સાથે જ એક જ મહિનામાં 15 જેટલા દર્દીઓને એર એમ્બ્યુલન્સ મારફતે અન્ય શહેરોમાં ખસેડવામાં આવ્યા છે.

કોરોના મહામારી વચ્ચે પણ લોકો પોતાના સ્વજનોને સારી સારવાર મળે તે માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. ત્યારે રાજકોટથી એપ્રિલ અને મે માસમાં 9 કોરોનાના દર્દીઓ અને 6 નોન કોવિડ દર્દીઓને દિલ્હી અને ચેન્નઈ ખાતે એર લિફ્ટ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ચેન્નઈ જવા માટે રૂ.22 લાખ અને દિલ્હી જવા માટે રૂ.14 લાખ ચૂકવવા પડે છે. ત્યારે કોરોના કાળ વચ્ચે આ એર એમ્બ્યુલન્સ પણ દર્દીઓ માટે વરદાન સાબિત થઇ રહી છે.