Not Set/ રેશનકાર્ડ પોર્ટેબિલિટી માટે અમદાવાદ સહિત રાજ્યના 15 ડીએસઓને દિલ્હીમાં તાલીમ અપાઇ

અમદાવાદ, એક શહેરમાંથી બીજા શહેરમાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ધંધા-રોજગારના અર્થે જતાં રેશનકાર્ડ ધારકોને દરેક જગ્યાએ નવેસરથી રેશનકાર્ડ કઢાવવાની કડાકૂટ કરવી ન પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ) સાથે જોડાયેલા રેશનકાર્ડ ધારકો માટે નેશનલ પોર્ટેબિલિટી યોજના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. પાયલોટ પ્રોજેકટ તરીકે ગુજરાત, તામિલનાડુ અને કણાર્ટક રાજ્યની […]

Top Stories Ahmedabad Gujarat India
creative.education.rationcard રેશનકાર્ડ પોર્ટેબિલિટી માટે અમદાવાદ સહિત રાજ્યના 15 ડીએસઓને દિલ્હીમાં તાલીમ અપાઇ
અમદાવાદ,
એક શહેરમાંથી બીજા શહેરમાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ધંધા-રોજગારના અર્થે જતાં રેશનકાર્ડ ધારકોને દરેક જગ્યાએ નવેસરથી રેશનકાર્ડ કઢાવવાની કડાકૂટ કરવી ન પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ) સાથે જોડાયેલા રેશનકાર્ડ ધારકો માટે નેશનલ પોર્ટેબિલિટી યોજના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. પાયલોટ પ્રોજેકટ તરીકે ગુજરાત, તામિલનાડુ અને કણાર્ટક રાજ્યની પસંદગી થઈ હોવાનું જાણવા મળે છે.
નેશનલ ફૂડ પોર્ટેબિલિટીના પાયલોટ પ્રોજેકટ તરીકે ગુજરાત સહિત જે ત્રણ રાજ્યોની પસંદગી કરવામાં આવી છે તેમના દરેક જિલ્લા પુરવઠા અધિકારીઓને આ સંદર્ભે દિલ્હીમાં નેશનલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તાલીમ અપાઈ રહી છે. ગુજરાતમાંથી આ અગાઉ 18 જિલ્લા પુરવઠા અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે અને બીજા તબકકામાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય 15 જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારીઓને દિલ્હીમાં તાલીમ આપવામાં આવી હતી.
ગુજરાત સહિતના ત્રણ રાજ્યોમાં નેશનલ ફૂડ પોર્ટેબિલિટીનો પ્રોજેકટ સફળ થયા બાદ દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ પાડવામાં આવશે. ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકમાં આ યોજના લાગુ પાડવામાં આવે ત્યારે તેમાંથી જે પ્રશ્ન ઉદ્ભવશે અને જે રીતે તેનું નિરાકરણ કરવામાં આવશે તેને મોડેલ બનાવીને દેશના અન્ય રાજ્યોને તે સિસ્ટમમાં આવરી લેવામાં આવશે.
નવી સિસ્ટમના કારણે જ્યારે કોઈ રેશનકાર્ડ ધારક એક શહેરમાંથી બીજા શહેરમાં કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય ત્યારે ત્યાં પોતાના મૂળ વતનનું રેશનકાર્ડ રજૂ કરતાની સાથે જ તેને જે તે શહેર કે રાજ્યનું નવું રેશનકાર્ડ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે રેશનકાર્ડ ધારકે નવેસરથી અરજી કરવાની છે તે પ્રકારની કોઈ કડાકૂટમાં પડવું નહી પડે.