વીજ કરંટ/ નડીયાદમાં વીજ કરંટથી 15 વર્ષીય કિશોરનું મોત

વીજ કંરટથી મોત કિશોરનું નડિયાદમાં

Gujarat
nadiad નડીયાદમાં વીજ કરંટથી 15 વર્ષીય કિશોરનું મોત

ખેડાના નડીયાદમાં વીજ કરંટ લાગતા 15 વર્ષીય બાળકનું મોત થયું છેય વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ પર શહેરના વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ પર વીજ કરંટ લાગતા 15 વર્ષીય બાળકનું મોત થયું હતું, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે, લોકોએ આ વીજ કરંટ માટેએમજીવીસીએલ ની કામગીરીને બેદરકારીપૂર્ણ બતાવી હતી. વીજ થાંભલાને અડતા જ બાળકને કરંટ લાગ્યો અને તેનું મોત થયું હતું.ર વીજ કરંટ લાગતા આ બાળકનું મોત થયું હતું. લોકોના જણાવ્યા અનુસાર  આ બાળક એમજીવીસીએલ ની બેજવાબદાર કામગીરીનો ભોગ બન્યો હતો.

નડીયાદના વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ પર કન્યા વિદ્યાલયના ખૂણે આવેલા વીજળીના લોખંડના થાંભલાને અડી જતા બાળકને કરંટ લાગ્યો હતો. આ કરંટ લાગતા જ કબીરપૂરાના 15 વર્ષીય આકાશ સોમાભાઈ વાઘેલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

નડીયાદમાં છેલ્લા ઘણા સમયથી અનેક વીજ વાયર ખૂલ્લા રસ્તા પર પડેલા છે, જેના કારણે હંમેશા લોકો પર વીજ કરંટની તલવાર લટકતી જ રહે છે. જોકે, સ્થાનિકોએ આ અંગે એમજીવીસીએલ ને અનેક ફરિયાદ કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય મળ્યું. લોકોએ એમજીવીસીએલ ની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.