Electoral bond/ તપાસ એજન્સીઓની કાર્યવાહી બાદ 16 કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા, રાજકીય પક્ષોને 37 ટકાથી વધુનું દાન મળ્યું

અન્ય એક રિપોર્ટ મુજબ એપ્રિલ 2019થી ફેબ્રુઆરી 2024ની વચ્ચે 26 કંપનીઓએ રૂપિયા 700 કરોડથી વધુના બોન્ડ ખરીદ્યા હતા. તપાસ એજન્સીઓના રડાર પર આવ્યા પછી ચૂંટણી બોન્ડની ખરીદીમાં વધારો થયો હતો. 10……………

Top Stories India
YouTube Thumbnail 56 1 તપાસ એજન્સીઓની કાર્યવાહી બાદ 16 કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા, રાજકીય પક્ષોને 37 ટકાથી વધુનું દાન મળ્યું

New Delhi News:  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SBIએ ચૂંટણી પંચની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરી હતી. ત્યારે ચૂંટણી પંચની વેબસાઈટ પર જારી કરાયેલા ડેટા બાદ સામે આવ્યું છે કે, ચૂંટણી બોન્ડની ખરીદી કરતી ઓછામાં ઓછી 26 કંપનીઓ તો એવી છે જે તપાસ એજન્સીઓના રડાર પહેલેથી જ હતી.  એક રિપોર્ટ અનુસાર રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા દાનમાંથી 37 ટકાથી વધુનું દાન 16 કંપનીઓ તરફથી મળ્યું હતું.

હલ્દિયા એનર્જીએ ઈલેક્ટોરલ બોન્ડની ખરીદીમાં 16 ગણો વધારો કર્યો છે. કંપનીએ સૌપ્રથમ રૂ. 22 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા, જેમાંથી તેણે ભાજપને રૂ. 16 કરોડ અને TMCને રૂ. 6 કરોડ આપ્યા હતા. તપાસ એજન્સીની કાર્યવાહી બાદ કંપનીએ 355 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. જેમાંથી 175 કરોડ ભાજપને અને 65 કરોડ TMCને ગયા. એક અહેવાલ મુજબ આવી 41 કંપનીઓ છે જે કોઈને કોઈ એજન્સીના રડાર પર હતી. આ કંપનીઓએ માત્ર ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને 1698 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. એક ખાનગી રિપોર્ટ અનુસાર રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા દાનમાંથી 37.24 ટકાથી વધુનું દાન 16 કંપનીઓ તરફથી મળ્યું હતું.

અન્ય એક રિપોર્ટ મુજબ એપ્રિલ 2019થી ફેબ્રુઆરી 2024ની વચ્ચે 26 કંપનીઓએ રૂપિયા 700 કરોડથી વધુના બોન્ડ ખરીદ્યા હતા. તપાસ એજન્સીઓના રડાર પર આવ્યા પછી ચૂંટણી બોન્ડની ખરીદીમાં વધારો થયો હતો. 10 કંપનીઓ એવી છે કે, જેમણે 100 કરોડ રૂપિયાથી વધુના બોન્ડ ખરીદ્યા છે. લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન્સ ફ્યુચર ગેમિંગ જેણે મહત્તમ સંખ્યામાં ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા. તેણે EDની કાર્યવાહી પહેલાં એક પણ બોન્ડ ખરીદ્યો ન હતો. જ્યારે તપાસ એજન્સીએ દ્વારા તપાસ શરૂ થઈ તો ફ્યુચર ગેમિંગ કંપનીએ DMKને 503 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. આ સિવાય TMCને 542 કરોડ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું હતું.

એ જ રીતે કેવેન્ટરે અગાઉ રૂ. 380 કરોડના બોન્ડ ખરીદ્યા હતા અને તપાસ એજન્સીની કાર્યવાહી બાદ રૂ.192.4 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા. તેણે ભાજપને રૂ. 320 કરોડ અને કોંગ્રેસને રૂ. 30 કરોડનું દાન આપ્યું હતું. કાર્યવાહી બાદ કોંગ્રેસને વધુ 91 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. એજ રીતે વેદાંતે 52.65 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું હતું. કાર્યવાહી બાદ રૂ. 347.7 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં પૂજા દરમિયાન આગ ફાટી નીકળતાં 5 લોકો દાઝ્યાં

આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…