Not Set/ નોઇડામાં SPની માલિકીનાં મકાનમાંથી મળ્યો અધધધ 1800 કિલો માદક દવાઓનો જથ્થો

દિલ્હી પોલીસની નાર્કોટીક કન્ટ્રોલ બ્રાન્ચે, નોઇડામાં પોલીસનાં SP કક્ષાનાં ઉચ્ચ પોલીસ અધિકારીની માલિકીનાં ઘર પર રેડ કરી 1800 કિલો માદક દવાનો જથ્થો ઝડપતા સનસની ફેલાઇ ગઇ છે. NCB દ્રારા ઝપ્ત કરવામાં આવેલ માદક દવાઓની બજાર કિમત 400 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં માદક દ્રવ્યોનાં સૌથી મોટા કન્સાઇનમેન્ટને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો દ્રારા […]

Top Stories India
noida ncb નોઇડામાં SPની માલિકીનાં મકાનમાંથી મળ્યો અધધધ 1800 કિલો માદક દવાઓનો જથ્થો

દિલ્હી પોલીસની નાર્કોટીક કન્ટ્રોલ બ્રાન્ચે, નોઇડામાં પોલીસનાં SP કક્ષાનાં ઉચ્ચ પોલીસ અધિકારીની માલિકીનાં ઘર પર રેડ કરી 1800 કિલો માદક દવાનો જથ્થો ઝડપતા સનસની ફેલાઇ ગઇ છે. NCB દ્રારા ઝપ્ત કરવામાં આવેલ માદક દવાઓની બજાર કિમત 400 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં માદક દ્રવ્યોનાં સૌથી મોટા કન્સાઇનમેન્ટને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો દ્રારા નોઇડાનાં P-4 સેક્ટરમાં આવેલ ગ્રેનો ખાતે સ્થિત એક ઉચ્ચ પોલીસ અધિકારીનાં ઘરમાંથી ઝડપવામાં આવ્યું છે.

ગુરૂવારે દિલ્હી NCB દ્રારા કરવામાં આવી હતી રેડ…

સમગ્ર મામલે તપાસ કરતી પોલીસ ટીમ દ્રારા પ્રથમ તો આ મામલાને છુપાવી રાખ્યો હતો. પોલીસ સામે આ મામલો ગુરૂવાર એટકે ત્રણ દિવસ પહેલા આવી ગયો હતો. ઘટના ક્રમમાં ડોક્યું કરવામાં આવે તો ગુરૂવારે દિલ્હી હવાઇમથકની NCB દ્રારા 24 કિલો દવાઓ સાથે દક્ષિણ આફ્રિકન વંશની એક મહિલા અને સાથી દારો સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવ હતી. આરોપીઓ દક્ષિણ આફ્રિકા જવાની તૈયારીમાં હતા. NCB દ્રારા પુછતામાં પગેરૂ SPનાં ઘર સુધી પહોંચ્યું હતું. પોલીસ દ્રારા ગુરૂવારે જ આરોપી દ્રારા આપેલા સરનામાવાળા SPનાં ઘરનાં પર રેડ કરી હતી.  જથ્થાની વિપુલતા જોતા રેડની કાર્યવાહી સવારનાં 9 વાગ્યાથી રાતનાં 12 વાગ્યા સુધી ચાલી હતી.

noida નોઇડામાં SPની માલિકીનાં મકાનમાંથી મળ્યો અધધધ 1800 કિલો માદક દવાઓનો જથ્થો

NCB દ્રારા શનિવારે પ્રેસને માહિતી આપવામાં આવી, સ્થાનિક પોલીસ ઉંધતી ઝડપાય….

શનિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દ્રારા દિલ્હી NCB દ્રારા સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી હતી. ખરેખરતો સમગ્ર મામલો NCBએ માહિતી આપ્યા બાદ સમાચારમાં ઉજાગર થતા સ્થાનિક પોલીસ સફાળી જાગી હતી. નોઇડા સ્થાનિક પોલીસનાં SSPથી માંડીને પોલીસ સ્ટેશન કોઇ પણ કર્મચારીને ત્યાં સુધી છેલ્લા 3-3 વર્ષથી ચાલતા આ ગોરખધંધાની જાણ સુધા ન હતી. ભાડૂતોની ચકાસણી કરવાનો ને સબ સલામત હે ને દાવો કરનારી નોઇડા પોલીસ આ મામલે ઉંધતી ઝડપાઇ હતી. અથવા તો ઉંધતી હોવાનું નાટક કરી રહી હતી તેવુ પણ કહી શકાય કારણ કે   આ ધંધો અહીં છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યો હતો અને સ્થાનિકો દ્રારા નોઇડા પોલીસને આફ્રિકન વંશનાં લોકો સામે અનેક વખત ફરિયાદો પણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્રાર એકવાર પણ સ્થળ તપાસ કરવામાં આવી ન હતી. માધ્યમોનાં અહેવાલ બાદ જાગેલી નોઇડા પોલીસે બધુ પતી ગયા પછી તપાસ શરૂ કરી.

noida4 નોઇડામાં SPની માલિકીનાં મકાનમાંથી મળ્યો અધધધ 1800 કિલો માદક દવાઓનો જથ્થો

SPએ ઘર ભાડેથી આપ્યું હતું ??
જ્યાંથી માદક દવા પકડાઇ તે ઘર SP દેવેન્દ્ર પી. એન. પાડેયનું છે. પાંડેયનું પોસ્ટીંગ હાલ લખનૌમાં છે. અને તેઓએ એજન્ટ મારફતે દર મહિને 24 હજાર રૂપિયાનાં ભાડા પર ઘર ભાડે આપ્યું હતું. પાંડેયનાં જણાવ્યા મુજબ ભાડૂતો પાસેથી લાઇટ બિલ અને ભાડુ મળી કુલ પાંચ લાખ લેવાનાં બાકી છે. અને તેમને ઘરમાં ચાલી રહેલા ઘંઘા વિશે કોઇ જાણકારી નથી.

નોઇડાનાં ગ્રેનો વિસ્તારનાં આફ્રિકન મૂળનાં લોકો આ મામલે છે બદનામ
અગાઉ પણ એપ્રિલ મહિનામાં નોઇડાનાં ગ્રેનોમાંથી માદક દવાની ફેક્ટરી પકડવામાં આવી હતી અને આફ્રિકન મૂળનાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને કોર્ટે માદક પદાર્થોનાં વેપાર કરવા બદલ આકરી સજા કરી હતી.

noida2 નોઇડામાં SPની માલિકીનાં મકાનમાંથી મળ્યો અધધધ 1800 કિલો માદક દવાઓનો જથ્થો

સીસીટીવી દ્વારા ઉપયોગમાં લેવાતી મોનીટરીંગ 
ડ્રગ માફિયાએ દ્રારા ભાડે રાખવામાં આવેલ ઘરની આસપાસ સીસીટીવી કેમેરા લગાવી અને કેમેરાએને મોબાઇલથી જોડી ઘર પર નજર રાખવામાં આવતી હતી. જો કોઇ ભૂલે ચૂકે પણ ઘરની આસપાસ આવે તો તેને તુરંતમાં જાણ થઇ જતી અને સાવચેત થઇ જતા. જ્યારે ડ્રગ્સ માફિયાઓ દિલ્હી અને વિદેશોમાં બેઠો હોવાની માહિતી સ્થાનીકો દ્રારા આપવામાં આવી રહી છે.