Not Set/ 2 મહિના બાદ શરૂ થયેલ વિમાન સેવાનો ફિયાસ્કો, દિલ્હી-મુંબઈ એરપોર્ટ પર 82 ફ્લાઇટ્સ રદ્દ

કોરોનાવાયરસ લોકડાઉનને કારણે સ્થગિત ફ્લાઇટ સેવા બે મહિના પછી આજે ફરી શરૂ કરવામાં આવી છે. દેશનાં ઘણાં વિમાની મથકોથી ઘરેલું વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે દિલ્હી મુંબઇ અને અન્ય એરપોર્ટ પર મુસાફરો વચ્ચે અંધાધૂંધીની સ્થિતિ બની હતી. મુસાફરોએ ફરિયાદ કરી છે કે તેમની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી […]

India
509094205c94c1a0a042dc4f684d66a8 1 2 મહિના બાદ શરૂ થયેલ વિમાન સેવાનો ફિયાસ્કો, દિલ્હી-મુંબઈ એરપોર્ટ પર 82 ફ્લાઇટ્સ રદ્દ

કોરોનાવાયરસ લોકડાઉનને કારણે સ્થગિત ફ્લાઇટ સેવા બે મહિના પછી આજે ફરી શરૂ કરવામાં આવી છે. દેશનાં ઘણાં વિમાની મથકોથી ઘરેલું વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે દિલ્હી મુંબઇ અને અન્ય એરપોર્ટ પર મુસાફરો વચ્ચે અંધાધૂંધીની સ્થિતિ બની હતી. મુસાફરોએ ફરિયાદ કરી છે કે તેમની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને એરલાઇન્સ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી. આજથી દેશભરમાં ઘરેલુ હવાઈ મુસાફરી શરૂ થઈ હતી. આનાથી ઉડ્ડયન ક્ષેત્રે રાહત મળે તેવી અપેક્ષા છે.

દિલ્હીનાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથકની 82 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. આમાં દિલ્હી જતી અને આવતી બંને ફ્લાઇટનો સમાવેશ થાય છે. જેના કારણે મુસાફરો રોષે ભરાયા છે. તેમનો દાવો છે કે છેલ્લે સુધી તેમને ફ્લાઇટ રદ્દ કરવા અંગે માહિતી આપવામાં આવી ન હોતી. આવું જ કંઈક મુંબઈ એરપોર્ટ પર પણ જોવા મળ્યું હતું, જ્યાં લોકો ફ્લાઇટ રદ્દ થવાના કારણે હેરાન પરેશાન થયા હતા.

છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી પ્રથમ ફ્લાઇટ સવારે 6.45 કલાકે પટના માટે રવાના થઈ હતી. મુંબઈ એરપોર્ટ એ દેશનું બીજું વ્યસ્ત એરપોર્ટ છે. મુંબઈ એરપોર્ટ દરરોજ 50 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. જેમાંથી 25 આવનારી અને 25 જતી ફ્લાઇટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.