સત્તાવાર આંકડા જાહેર/ ગુજરાતમાં દોઢ વર્ષમાં દારૂના 2.54 લાખ કેસ થયા,272 કરોડનો દારૂ પકડાયો,જાણો

રાજ્યના અનેક  જિલ્લાઓના તાલુકામાં દેશી દારૂની હાટડીઓ ધમધમે છે, પોલીસતંત્રની રહેમનજરે આ દેશી દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે,

Top Stories Gujarat
3 89 ગુજરાતમાં દોઢ વર્ષમાં દારૂના 2.54 લાખ કેસ થયા,272 કરોડનો દારૂ પકડાયો,જાણો

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યના અનેક  જિલ્લાઓના તાલુકામાં દેશી દારૂની હાટડીઓ ધમધમે છે, પોલીસતંત્રની રહેમનજરે આ દેશી દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે, હપ્તા સિસ્ટમે આજે ફરીવાર ગુજરાતને લઠ્ઠાકાંડમાં ધકેલી દીધો છે. બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 55થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જેના લીધે સરકારની દારૂબંધી નીતિ ચર્ચામાં આવી  છે.આજે સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજ્ય સરકારે  દેશીદારૂની ભટ્ટીઓ નાબૂદ કરીને બૂટલેગરો સામે કડક કાર્યવાહી  નિર્દેશ આપયા છે અને દેશી દારૂના અડ્ડા પર તવાઇ બોલાવી છે. પોલીસે સત્તાવાર જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લાં દોઢ વર્ષમાં દારૂ વેચવાના 2.54 લાખ કેસ કરાયા હતા, જેમાં દારૂ વેચતા 2.52 લાખ લોકોને પોલીસે પકડીને તેમની પાસેથી દેશી-વિદેશી દારૂ, વાહનો સહિત કુલ 272 કરોડનો મુદ્દામાલ પકડ્યો હતો. પોલીસના દાવા પ્રમાણે ગુજરાતમાં 2.52 લાખ લોકો દારૂનો ધંધો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પોલીસે દોઢ વર્ષમાં દેશી-વિદેશી દારૂના કેટલા કેસ કર્યા,સહિતની દારૂને સંબધિત તમામ માહિતી સરકારે પુરી પાડી છે. વર્ષ 2021 અને 2022ના જૂન સુધીમાં એટલે કે છેલ્લા 18 મહિનામાં જ ગુજરાત પોલીસે દારૂના 2,54,201 કેસ દાખલ કર્યા હતા, જેના પરથી ગુજરાતમાં પ્રતિદિન દારૂના 457 કેસ કરવામાં આવી રહ્યાનું પોલીસનું કહેવું છે. ગુજરાતમાં દારૂના કેસનો આંકડો સરેરાશ અન્ય ગુના કરતાં અનેકગણો છે.છેલ્લાં દોઢ વર્ષમાં દારૂ વેચવાના 2,54,201 કેસ નોંધાયા છે, જેમાં દારૂ વેચતા 2,52,071 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.

નોંધનીય છે કે 2021માં 17.53 લાખ લિટર દેશી દારૂ પકડાયો હતો, જેની કિંમત રૂ.2.31 કરોડ છે. આ જ વર્ષમાં 57.07 લાખ લિટર વિદેશી દારૂ પકડાયો હતો. જેની કિંમત રૂ. 121 કરોડ થાય છે. 2022ના વર્ષમાં જૂન સુધીમાં 6 લાખ લિટર દેશી દારૂ પકડાયો હતો.