Not Set/ ચાર દિવસ પહેલા બનેલી હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓની ધરપકડ

સુરત, સુરતના ઉમરવાડા વિસ્તારમાં ચાર દિવસ અગાઉ બનેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. પોલીસે હત્યાના આરોપસર બે હત્યારાઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક ફરારા આરોપીને શોઘવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનિય છે કે, ચાર દિવસ અગાઉ સામાન્ય તકરારમાં મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ આરોપીઓએ મૃતકને બ્રિજની નીચે લઈ જઈ છરીના […]

Top Stories Surat Videos
mantavya 97 ચાર દિવસ પહેલા બનેલી હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓની ધરપકડ

સુરત,

સુરતના ઉમરવાડા વિસ્તારમાં ચાર દિવસ અગાઉ બનેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. પોલીસે હત્યાના આરોપસર બે હત્યારાઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક ફરારા આરોપીને શોઘવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનિય છે કે, ચાર દિવસ અગાઉ સામાન્ય તકરારમાં મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ આરોપીઓએ મૃતકને બ્રિજની નીચે લઈ જઈ છરીના ઘા મારી કરપીણ હત્યા કરી હતી.

બ્રિજના નીચેથી અજાણી વ્યક્તિની લાશ મળી આવતા પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી તેની સાથે આવેલા વ્યક્તિઓની પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.