દુર્ઘટના/ સુરતના સચિન GIDCમાં લિફ્ટ તૂટી પડતા 2 લોકોના મોત

સુરતમાં સામાન લોડ કરતી વખતે લિફ્ટ તૂટી પડતા 2 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Top Stories Gujarat Surat
લિફ્ટ તૂટી

Surat : સુરતના સચિન GIDC  વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. સામાન લોડ કરતી વખતે લિફ્ટ તૂટી પડતા 2 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા હતા. તો ત્યાં એક વ્યક્તિની હાલત હજુ પણ નાજુક છે.

આપને જણાવી દઈએ કે, સુરતના સચિન GIDC  વિસ્તારમાં મધુનંદનમાં લિફ્ટમાં માલ સમાન ચડાવતી વખતે લિફ્ટ તૂટી પડી હતી, આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ ઘટનામાં બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે, જયારે એક યુવક હાલ સારવાર હેઠળ છે, બનાવની જાણ થતા પોલીસ  સિવિલ હોસ્પિટલ દોડી અવી છે અને આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

ગતરોજ કંપનીની અંદર કોમર્શિયલ લિફ્ટમાં માલસામાન ચઢાવતી વખતે અચાનક જ લિફ્ટ તૂટી પડી હતી. આ ઘટનામાં બે કામદારોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ધર્મેશ્વર બેઠા અને સંદીપ ચૌહાણ નામના કામદારોના મોત નિપજ્યાં હતાં. બંને કામદારોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા