ગુજરાત/ સુરતમાં એક જ દિવસમાં એક જ ઘરમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત

સુરતમાં એક જ ઘરમાં સવારે દીકરીના પિતાનું અને ત્યારબાદ દીકરીની સાસુનું હાર્ટએટેકથી મોત

Top Stories Gujarat Surat
હાર્ટ અટેક

@અમિત રૂપાપરા 

સુરત શહેરમાં કેટલાક સમયથી હાર્ટએટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.ક્યારેક રસ્તા પર જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. તો ક્યારેક યોગા કરતા વ્યક્તિને હૃદય હુમલો આવ્યો હોવાના કારણે તેનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. તો કોઈ યુવાનને ક્રિકેટ રમતા હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સુરતમાં એક જ દિવસમાં એક જ પરિવારના બે સભ્યોને હાર્ટ એટેક આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

સુરતમાં એક જ ઘરમાં હાર્ટ એટેકના કારણે બે વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. પાંડેસરાના ગોપાલ નગરમાં રહેતા નરેશભાઈ સવારે પેપર વાંચ્યા બાદ ચા પીતા હતા ત્યારે એકાએક જ તેમને હાર્ટ અટેક આવતા તેઓ જમીન પર ઢડી પડ્યા હતા. ત્યારબાદ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. નરેશભાઈના અંતિમ દર્શન કરવા આવેલા નરેશભાઈની દીકરીના સાસુ આશાબેનને પણ નરેશભાઈના ઘરે હાર્ટ એટેક આવ્યો અને તેઓ પણ જમીન પર પડી ગયા. ત્યારબાદ ડોક્ટરે તેમને પણ મૃત જાહેર કર્યા. એટલે કે એક જ ઘરના બે સભ્યોના હાર્ટ એટેકથી અવસાનને લઇ પરિવારના સભ્યો શોમાં કરતાં થયા છે.

પાંડેસરાના ગોપાલ નગર વિસ્તારમાં રહેતા નરેશભાઈ સવારે ઊઠીને પેપર લેવા ગયા હતા અને ત્યારબાદ તેમને નાસ્તો કર્યા બાદ ચા પીધી હતી. ચા પીધા બાદ તેઓ અચાનક જ જમીન પર ઢડી ગયા હતા અને ત્યારબાદ ઘરના લોકો નરેશભાઈને હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા. ત્યારબાદ નરેશભાઈને યુનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબિયત દ્વારા નરેશભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નરેશભાઈના પરિવારના સભ્યો મૃતદેહને ઘરે લાવ્યા હતા અને નરેશભાઈના મૃતદેહને ઘરે લાવ્યા બાદ નરેશભાઈની દીકરીના સાસુ એટલે કે વેવાણ આશાબેન પણ નરેશભાઈના મૃતદેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે આવ્યા હતા. ત્યારબાદ મહિલા આશાબેન પણ એક જમીન પર પડી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર કરનાર ડોક્ટરે આ મહિલાને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એટલે કે એક જ ઘરમાં હાર્ટ અટેકના કારણે બે વ્યક્તિના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો:પતિએ પત્નીને કરી વ્યાજખોરોના હવાલે, છૂટાછેડા બાદ મહિલાએ ખોલ્યું રાઝ…

આ પણ વાંચો:બોગસ કાગળોથી વિઝા કૌભાંડ આચરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો, 2020માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો હતો ચીટીંગનો ગુનો

આ પણ વાંચો:સુરતમાં નકલી પોલીસ બનીને 1700 રૂપિયા પડાવનાર ઝડપાયો, 50 CCTV ફૂટેજ ચેટ કરી પોલીસે આરોપીને પકડ્યો

આ પણ વાંચો:ઓવરફંડિંગ દ્વારા મિલકતનું મૂલ્ય ઊંચું બતાવી વધુ લોન અપાવવાનું કૌભાંડઃ બેન્કને ચોપડ્યો 31 કરોડનો ચૂનો