અમદાવાદ/ પ્રતિબંધિત ઈ-સિગારેટના 9.42 લાખના જથ્થા સાથે 2 ઝડપાયા

ક્રાઈમ બ્રાંચે ગેરકાયદેસર અને પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે આરોપીની મેઘાણીનગરથી ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે રૂ.9,42,000 ની કિંમતના ઈ-સિગારેટના 628 નંગ કબજે કર્યા હતા.

Gujarat Ahmedabad
પ્રતિબંધિત ઈ-સિગારેટના 9.42 લાખના જથ્થા સાથે 2 ઝડપાયા

ક્રાઈમ બ્રાંચે ગેરકાયદેસર અને પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે આરોપીની મેઘાણીનગરથી ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે રૂ.9,42,000 ની કિંમતના ઈ-સિગારેટના 628 નંગ કબજે કર્યા હતા.

ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે ગાંધી રોડ, જુમ્મા મસ્જિદ સામે વલંદાની હવેલી પાસેથી આરોપી અઝીમ એ.શેખ(25)ની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે રૂ.50,000 ની કિંમતની 50 નંગ ઈ-સિગારેટ કબજે કરી હતી.

આરોપી અઝીમની પોલીસે પુછપરછ કરતા તેણે વલંદાની હવેલીની ગલી સ્થિત અરિહંત કિચન નામની દુકાનેથી ઈ-સિગારેટનો જથ્થો ખરીદી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આરોપીને સાથે રાખીને પોલીસે વધુ તપાસ કરતા આરોપી મનોજ ઝેડ. લખવારા(34) ઝડપાઈ ગયો હતો. મેઘાણીનગરમાં રહેતા મનોજની અરિહંત કિચન નામની હુક્કા વેચાણની દુકાનમાંથી પોલીસે પ્રતિબંધિત 578 નંગ ઈ-સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો.આમ બન્ને આરોપી પાસેઓથી કુલ રૂ.9,67,000 ની કિંમતનો 628 નંગ ઈ-સિગારેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:AAP National Party/INDIA ગઠબંધનને વધુ એક ફટકો, મમતા બેનરજી બાદ પંજાબ CM ભગવંત માનની મોટી ઘોષણા, આપ પાર્ટી પંજાબની તમામ સીટો પર લડશે લોકસભા ચૂંટણી

આ પણ વાંચો:Loksabha Elections 2024/25 જાન્યુઆરીએ PM મોદી કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત, શરૂઆત કાશીથી નહિ આ સ્થળથી કરશે….