Not Set/ જુઓ,આજની હેડલાઈન

1:00 pm દિલ્હી: પ્રજાસત્તાકના  દિવસે 10 દેશોના રાષ્ટ્રપ્રમુખ મહેમાન બનશે. ત્યારે 25 જાન્યુઆરીએ આસિયાન બેઠકનું આયોજન કરવામાં આવશે.જેમાં વિયેતનામ, મ્યાંમાર, સિંગાપુર અને બ્રુનેઇના નેતાઓ સાથે બેઠક કરવામાં આવશે.આ બેઠકમાં સમુદ્રી સહયોગ અને સુરક્ષા મામલે ચર્ચા કરવામાં આવશે. ત્યાર પછી 26 જાન્યુઆરીએ આસિયાન સંગઠનના નેતાઓ પ્રજાસત્તાકની પરેડને નિહાળશે. —————————————————————————————————– પાકિસ્તાન: કુખ્યાત આતંકી હાફીઝ સઇદની ઘરપકડની આશંકા […]

Gujarat
PARTH 9 જુઓ,આજની હેડલાઈન

1:00 pm

દિલ્હી: પ્રજાસત્તાકના  દિવસે 10 દેશોના રાષ્ટ્રપ્રમુખ મહેમાન બનશે. ત્યારે 25 જાન્યુઆરીએ આસિયાન બેઠકનું આયોજન કરવામાં આવશે.જેમાં વિયેતનામ, મ્યાંમાર, સિંગાપુર અને બ્રુનેઇના નેતાઓ સાથે બેઠક કરવામાં આવશે.આ બેઠકમાં સમુદ્રી સહયોગ અને સુરક્ષા મામલે ચર્ચા કરવામાં આવશે. ત્યાર પછી 26 જાન્યુઆરીએ આસિયાન સંગઠનના નેતાઓ પ્રજાસત્તાકની પરેડને નિહાળશે.

—————————————————————————————————–

પાકિસ્તાન: કુખ્યાત આતંકી હાફીઝ સઇદની ઘરપકડની આશંકા કરવામાં આવી છે. ત્યારે હાફીઝ સઇદે પાક સરકાર પાસે રક્ષણ માંગતા જણવ્યું છે કે ભારત અને અમેરિકાના દબાણથી મારી ઘરપકડ થઈ શકે સંયુક્ત રાષ્ટ્રની ટીમ પાકિસ્તાનની મુલાકાત લેશે.

—————————————————————————————————

તાપી : જિલ્લાની અદાલતોમાં તાલુકા-જિલ્લા કક્ષાએ આગામી 10મીએ રાષ્ટ્રીય જનરલ લોકઅદાલતનું આયોજન થશે.

——————————————————————————————————

સાબરકાંઠા : પદ્માવતના વિરોધમાં અમદાવાદ – હિંમતનગર નેશનલ હાઈવે પર કાટવાડ પાટીયા પાસે રસ્તા પર આડશ મુકી અને ટાયર સળગાવી ચક્કાજામ કર્યો.

——————————————————————————————————

સાબરકાંઠા : હિંમતનગરના સરવણા નજીક બળેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી. ,હત્યા કરી ફરાર આરોપી હંસરાજ સોનીની મહેસાણાની હોટલમાંથી ઝડપાયો હતો. આરોપીને સાત દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યો છે.

——————————————————————————————————

સાબરકાંઠા : જીલ્લાની પ્રાંતિજ,તલોદ,ઇડર અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ચુંટણીનું મતદાન 17 ફેબ્રુઆરીએ યોજાશે, 19મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે આવશે.

——————————————————————————————————

અરવલ્લી : માલપુરના ગ્રામ્ય વિસ્તારની મહિલા સાથે દુષ્કર્મનો બનાવ,પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

——————————————————————————————————

અમદાવાદ : ગત રાત્રે પદ્માવત ફિલ્મ મામલે 2000 જેટલાં લોકોના ટોળાએ તોડફોડ કરી હતી જેમાં PVR, એક્રોપોલીસ,કાર્નિવલ સિનેમા હોલને નિશાન બનાવ્યા હતા.

——————————————————————————————————

તાપી : જિલ્લામાં ફિલ્મ પદ્માવત ન દર્શાવવા સોનગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.

——————————————————————————————————

અમદાવાદ : અમરાઈવાડી વિસ્તારમાં પદ્માવત મામલે તોફાની ટોળાએ આતંક મચાવ્યો હતો. બે રીક્ષા સહિત અન્ય વાહનોને સળગાવી દીધા હતા. વાહનોને સળગાવી તોડફોડ કરનાર ટોળું ફરાર થયું હતું ત્યારે બાદ અમરાઈવાડી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

——————————————————————————————————

ગુજરાત સરકારને બુલેટ ટ્રેન મુદ્દે હાઈકોર્ટે નોટીસ ફટકારી છે. બુલેટ ટ્રેન મુદ્દે સરકારી વેબસાઇટ પર માહિતીનો અભાવ છે. ગુજરાત સરકારને હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં વેબસાઇટ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ વેબસાઈટ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરવા માટે આદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારના મહત્વકાન્ક્ષી  બુલેટ ટ્રેન પર કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે.

———————————————————————————————–