Not Set/ પાકિસ્તાનની કેદમાંથી 20 માછીમારોને મુક્ત કરાયા, પરિવારમાં ખુશીનો માહોલ

પાકિસ્તાન ધ્વારા 20 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે તે સોમવારે સાંજે વાઘા બોર્ડર પહોચશે. અને ત્યાંથી ટ્રેન મારફત વેરાવળ આવશે. 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવતા તેમના પરીવારજનોમાં ખુશી જોવા મળી રહી છે. પાકિસ્તાન મરીન સિકયુરીટી એજનસી ધ્વારા સમયાંતરે ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં 219 જેટલા માછીમારો […]

Gujarat Others
માછીમાર પાકિસ્તાનની કેદમાંથી 20 માછીમારોને મુક્ત કરાયા, પરિવારમાં ખુશીનો માહોલ

પાકિસ્તાન ધ્વારા 20 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે તે સોમવારે સાંજે વાઘા બોર્ડર પહોચશે. અને ત્યાંથી ટ્રેન મારફત વેરાવળ આવશે. 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવતા તેમના પરીવારજનોમાં ખુશી જોવા મળી રહી છે.

પાકિસ્તાન મરીન સિકયુરીટી એજનસી ધ્વારા સમયાંતરે ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં 219 જેટલા માછીમારો કેદ હતા તે પૈકીના 20 માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકારે કર્યો હતો. પાંચ જાન્યુઆરીના રોજ પાકિસ્તા ની મલી જેલમાંથી આ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે અને સોમવારે મોડી સાંજે તેઓ વાઘા બોર્ડરે પહોચશે.

ત્યાં ફિશરીઝ વિભાગ ધ્વારા આ માછીમારોનો કબજો મેળવી અને તેઓને ટ્રેન મારફત વેરાવળ ખાતે લાવવામાં આવશે. મુક્ત કરાયેલા 20 માછીમારો બે દિવસ પછી વેરાવળ પહોચશે. માછીમારોની મુક્તિને પગલે તેમના પરીવારજનોમાં આનંદણો માહોલ જોવા મળ્યો હતો. હજુ પણ પાકિસ્તાનમાં જે માછીમારો કેદ છે તેઓને વ્હેલી તકે મુક્ત કરવામાં આવે તેવી માંગણી પણ માછીમાર આગેવાનોએ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.